Kheda : શાળાની છત તૂટી પડતા બાળકો થયા ઈજાગ્રસ્ત! રાજ્યમાં અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-13 17:03:09

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ તો બીજી તરફ અનેક એવા કિસ્સાઓ છે જ્યાં આ દાવાઓ પોકળ સાબિત થાય છે. બાળકો ભણવા તરફ વળે, ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક અભિયાનો, અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં ભણવું વિદ્યાર્થીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. અનેક શાળાઓ જર્જરિત હાલતમાં અને એ શાળાઓનું સમારકામ કરાવવાની જગ્યાએ તે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે અને ઘાયલ થાય છે! ખેડાથી આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં શાળામાં વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 3 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ 

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા. ભારતની ભાવિ પેઢીને જ્યાં સુધી શિક્ષિત નહીં હોય ત્યાં સુધી દેશ આગળ નહીં વધે તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. દેશના બાળકો ભણે તે માટે સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ પ્રોગામ ચલાવવામાં આવે છે. અનેક એવા કિસ્સાઓ છે જ્યાં શિક્ષણ મેળવવા માટે બાળકો જીવના જોખમે શાળામાં ભણવા જતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ માસુમ બન્યા છે. શાળામાં અભ્યાસ કરતી વખતે બાળકો પર પોપડો તૂટી પડ્યો. પોપડો તૂટી પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોના માથા પર સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. 


ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે!

અનેક એવી શાળાઓ છે જેની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય છે. ગમે ત્યારે સ્કૂલમાં દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેતી હોય છે. અનેક એવી શાળાઓ છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. અભ્યાસ માટે શાળામાં આવતા વિદ્યાર્થીઓના જીવ પર સંકટ રહેતું હોય છે, તેમના વાલીઓમાં પણ ટેન્શન રહેતું હોય છે. આ ઘટના સર્જાઈ તે બાદ ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓ ભારે રોષમાં દેખાતા હતા. તંત્રની બેદરકારીને કારણે છોકરાઓના જીવ પર જોખમ રહેતું હોય છે. શાળાની જર્જરિત હાલત ન માત્ર ગામડાઓમાં જોવા મળતી હોય છે પરંતુ શહેરોમાં અનેક શાળાઓની હાલત એવી છે.  

અમિત ચાવડાએ આ ઘટનાને લઈ કર્યું ટ્વિટ

ખેડામાં બનેલી આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. 3 દાયકાથી ભાજપ સરકારમાં લાખો-કરોડો શિક્ષણનું બજેટ યોગ્ય જગ્યાએ વાપરવાને બદલે સ્વપ્રસિદ્ધિ, ઉત્સવો તેમજ તાયફાઓ પાછળ ખર્ચાય છે જેનું આ પરિણામ છે. શાળાઓમાં સુવિધાઓ નથી, ગુણવત્તા નથી તો કઈ રીતે ભણશે ગુજરાત?     





આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.