કાયદા મંત્રી કિરેન રિજિજુને મોટો ઝટકો, મોદી કેબિનેટમાંથી થઈ હકાલપટ્ટી, અર્જુન રામ મેઘવાલને મળી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-05-18 11:00:35

PM મોદીની કેબિનેટમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. કિરેન રિજિજુને બદલે  અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે.


અર્જુન રામ મેઘવાલ નવા કાયદા મંત્રી


PM નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટમાં ફેરબદલને મંજૂરી આપી દીધી છે. હવે કિરેન રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તે જ સમયે, રિજિજુના સ્થાને, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છ


કિરેન રિજિજુનું પદ શા માટે ગયું?


કિરેન રિજિજુને કેન્દ્રીય કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. રિજિજુએ તાજેતરના ભૂતકાળમાં ન્યાયતંત્રને લઈને અનેક નિવેદનો આપ્યા હતા. તાજેતરમાં, કિરેન રિજિજુએ સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેના કોઈપણ સંઘર્ષને નકારી કાઢતા કહ્યું હતું કે લોકશાહીમાં મતભેદો અનિવાર્ય છે, પરંતુ તેને સંઘર્ષ તરીકે ન સમજવું જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપી છે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.