ભારતીય ચૂંટણી પંચને મૂળથી બદલનાર અધિકારીને આ કારણથી યાદ કરવામાં આવી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-11-24 21:36:43

ભારતના લોકતંત્રની વાત કરાય છે ત્યારે એક નામ કાન પર સંભળાય જ જાય છે. જે નામ છે દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન શેષન. તેઓએ વર્ષ 2019માં દુનિયાની વિદાય લીધી છે, છતાંય આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ. તેઓ આજે ફરી ચર્ચામાં છે કારણ કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ચૂંટણી કમિશનર પર ભારે જવાબદારીઓ હોય છે. માટે આ પદ પર એવા અધિકારીની જરૂર હોય છે જે કોઈના દબાવ્યે દબાય ના જાય. દેશમાં ટી એન શેષન અમુકવાર જ જન્મ લે છે. તો ચાલો જમાવટ પર જાણીએ એ ટી એન શેષનની પૂરી વિગત...


પહેલેથી જ અભ્યાસમાં હતા હોશિયાર 

ટીએન શેષનનો જન્મ કેરળના પલક્કડમાં થયો હતો. તેમણે કેરળમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. ટીએન શેષને મદ્રાસ ક્રિશ્ચન કોલેજમાં ફિજિક્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર કર્યું હતું. ત્યારબાદ તેઓએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 1953માં તેમણે પોલીસે સેવા પરીક્ષામાં પણ ટોપ કર્યું હતું અને 1954માં સિવિલ સર્વિસમાં પણ પાસ થયા હતા. ત્યારબાદ તેમણે અનેક જગ્યાઓ પર સરકારી સેવક તરીકે સેવા આપી હતી.


આ રીતે તેઓને બનાવાયા હતા મુખ્ય ચૂંટણી કમિશનર

ચંદ્રશેખરની જ્યારે ભારતમાં સરકાર હતી ત્યારે ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. ચંદ્રશેખરની સરકારમાં સુબ્રમણ્યમ સ્વામી કાયદા મંત્રી હતા. સુબ્રમણ્યમ સ્વામી અને શેષન સારા મિત્ર હતા. આથી સુબ્રમણ્યમ સ્વામીએ ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા માટે પ્રસ્તાવ કર્યો હતો. શરૂઆતમાં તો ટીએન શેષને સુબ્રમણ્યને મનાહી કરી દીધી હતી પરંતુ પછી મનાવ્યા બાદ તૈયાર થઈ ગયા હતા. 


ચૂંટણી અધિકારી તરીકે તેમણે કંઈક આવી પારી રમી હતી 

ટી એન શેષન કેન્દ્ર સરકારમાં પૂર્વ કેબિનેટ સચિવ હતા. ટી એન શેષનને વર્ષ 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર પદે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 1996 સુધી રહ્યો હતો. તેમણે પોતાના સમયગાળા દરમિયાન એવા નિર્ણયો લીધા હતા જેના કારણે ભારતની ચૂંટણી વ્યવસ્થામાં મોટા બદલાવો આવ્યા. દેશમાં ચૂંટણી પંચની શક્તિને માન્યતા નહીં અપાતા ટીએન શેષને દેશની તમામ ચૂંટણીઓ સ્થિગત કરી દીધી હતી. જે વિસ્તારોની અંદર ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ રહી તે વિસ્તારોમાં ટીએન શેષને પોતાની કુનેહ વાપરીને બુથ કેપ્ચરિંગ બંધ કર્યું હતું. બિહારના બુથ કેપ્ચરિંગ ગુંડાઓ નહીં પરંતુ રાજનેતાઓ જ બુથ કેપ્ચરિંગ કરી રહ્યા હતા જે ગોરખધંધા શેષને બંધ કરાવ્યા હતા. 


પ્રધાનમંત્રી કક્ષાના મોટા નેતાને પણ શેષને નહોતા છોડ્યા!

પ્રધાનમંત્રી નરસિમ્હારાવ હોય, હિમાચલના રાજ્યપાલ ગુલશેર અહમદ હોય કે બિહારના મુખ્યમંત્રી લાલુ યાદવ હોય, ટીએન શેષને કોઈને નહોતા છોડ્યા. આ નેતાઓ સહિત અનેક મોટા નેતા સાથે ટીએન શેષને બાંયો ચઢાવી લીધી હતી. બિહારમાં તો ટીએન શેષને પહેલીવાર ચાર તબક્કામાં ચૂંટણી કરાવી હતી અને ચારેવાર તારીખોમાં ફેરફાર કરાવ્યા હતા. 


ટીએન શેષને કરી દીધી હતી લાલુ યાદવની હવા ટાઈટ!

બિહારમાં વર્ષ 1995માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન ટીએન શેષનની કડક કામગીરીથી લાલુ યાદવને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સમયની અંદર તો લાલુ યાદવ ટીએન શેષન નામ સાંભળતાની સાથે જ લાલઘૂમ થઈ જતા હતા. લાલુ યાદવે એક બેઠકની અંદર તો કહી દીધું હતું કે શેષન પાગલ સાંઢ જેવું કરી રહ્યા છે. ટીએન શેષને જ્યારે બિહારમાં ચોથીવાર ચૂંટણી સ્થગિત કરી હતી ત્યારે તો લાલુ યાદવે આખું બિહાર માથે લઈ લીધું હતું. 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે