જાણો Jamnagar શા માટે Ambani પરિવાર માટે છે ખાસ? Anant Ambani Radhika Merchantના Pre wedding પહેલા Nita Ambaniએ કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-01 15:40:41

ગુજરાતના મહેમાનો અનેક વિદેશી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ બની રહ્યા છે કારણ કે Ambani Parivarમાં લગ્નનો પ્રસંગ છે. Nita Ambani અને Mukesh Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. Jamnagar ખાતે પ્રીવેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના સેલિબ્રેશનના અનેક વીડિયો સામે આવી રહ્યા છે ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આજથી પ્રી વેડિંગ કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે અને તેની પહેલી નીતા અંબાણીએ એક વીડિયો શેર કર્યો છે.

જો પ્રી-વેડિંગમાં આટલી ધામધૂમ છે તો લગ્નમાં કેટલી હશે? 

અંબાણી પરિવાર પોતાના ગુજરાતીપણા માટે જ વધારે ચર્ચામાં રહે છે. પોતાની સંસ્કૃતિ પોતાના સંસ્કાર માટે, લાઈફ સ્ટાઈલ માટે આ પરિવાર જાણીતો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના આવા અદ્ધભૂત લગ્ન બાદ બધાની નજર હતી અંનત અંબાણી અને રાધિકાના લગ્ન પર. આજથી જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એવી જોરશોરથી તૈયારી કરવામાં આવી છે જાણે લગ્ન હોય. જે પ્રમાણે પ્રી-વેડિંગની તૈયારીઓ થઈ રહી છે તેની પરથી સવાલ થઈ રહ્યો છે કે જો આ પ્રસંગ આવો છે તો લગ્ન કેવા હશે? 



જામનગર ખાતે કરવામાં આવ્યું છે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન 

આ પ્રી વેડિંગમાં સામેલથવા દેશભરના બિઝનેસમેન અને મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. લગ્ન 12મી જુલાઈએ છે પણ તે પહેલા જામનગરમાં પહેલીથી 3જી માર્ચ સુધી પ્રી-વેડિંગ સેલિબ્રેશન છે આ સેલિબ્રેશનના પહેલા દિવસે નીતા અંબાણીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે જેમાં ઉજવણીની મુખ્ય થીમ શું છે તેની જાણકારી આપવામાં આવી છે.  

શા માટે જામનગરમાં રાખવામાં આવ્યો પ્રી-વેડિંગ કાર્યક્રમ?

એટલું જ નહીં અનંત અંબાણીએ પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે કેમ આ ફંક્શન જામનગરમાં રાખવામાં આવ્યું છે? તેમણે કહ્યું હતું કે મારા દાદી જામનગરનાં છે. હું અહીં પ્રી-વેડિંગ કરી રહ્યો છું કારણ કે તેઓનું ઘર અહીં છે. આ મારું પણ ઘર છે, હું જેટલો મુંબઈનો છું એટલો જ જામનગરનો છું. અમે ગુજરાતનાં છીએ. પ્રી વેડિંગ અહીં અને લગ્ન મુંબઈમાં થશે. અહીં અમે જામનગરવાસીઓ અને અમારા સાથી કર્મચારીઓ સાથે પ્રી- વેડિંગ કરીશું તો તેની મજા અલગ જ હશે. અને અંબાણી પરીવાર પોતાની આ વાતો અને સંસ્કારથી લોકોના દિલ જીતી શક્યા છે   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે