'ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું' જાણો કેમ અસદની સાથે એન્કાઉન્ટરમાં મરાયેલા ગુલામની માતાએ કહ્યા આવા શબ્દો....


  • Published By :
  • Published Date : 2023-04-14 15:01:45

ગઈકાલે ઝાંસી નજીક અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર  કરવામાં આવ્યું હતું. અસદની સાથે બીજા એક વ્યક્તિનું એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું. તે હતો ગેંગસ્ટર ગુલામ. ગુલામને પણ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ત્યારે આ મામલે અતિક અહેમદની પ્રતિક્રિયા તો આપણે જોઈ પણ હવે ગુલામની માતાની પ્રતિક્રિયા સામે આવી છે. દીકરાના મોત બાદ ગુલામની માતાએ કહ્યું કે દીકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય કર્યું છે.

  

ખોટું કામ કર્યું તો ખોટું પરિણામ જ આવવાનું - ગુલામની માતા 

જ્યારે કોઈ માતા પોતાના પુત્ર માટે આવું કહેતી હોય તે આશ્ચર્યજનક વાત છે. ગુલામની માતાએ કહ્યું કે અનેક વખત ગુલામને હાથ જોડીને સમજાવ્યો પરંતુ તે માન્યો નહી. ગુલામની માતાએ કહ્યું કે તકલીફ તો થઈ, સંતાન તો હતું પણ ખોટું કામ કર્યું છે તો ખોટુ પરિણામ તો આવવાાનું જ છે. ખોટા કામ કર્યા છે તો એન્કાઉન્ટર કર્યું તો ઠીક જ કર્યું છે. અમે તેની લાશ પણ લેવા જવાના નથી. તેને જોવાની હવે તાકાત નથી. 

why did ghulam family denies to take his dead body for last rites encounter asad

લાશ સ્વીકારનો પરિવારે કર્યો ઈન્કાર 

માતાની સાથે સાથે ગુલામના ભાઈએ પણ કંઈક આવી જ વાત કહી હતી. ગુલામના કારસ્તાનથી ગુલામનો પરિવાર પણ નારાજ છે તેવું લાગી રહ્યું છે. ગુલામના ભાઈએ કહ્યું કે સરકારે જે પણ કામ કર્યું છે તે સારું કર્યું છે. અમે પણ પોલિટિક્સમાં રહ્યા છીએ. અમે સમાજ સેવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે લોકો મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. અમે અંતિમ સંસ્કારમાં પણ ભાગ નહીં લઈએ. માં એ હમેશાં ત્રણેય ભાઈઓને સારા રસ્તા પર ચાલવું અને સારા કામ કરવાની સલાહ આપી છે. પરંતુ ગુલામે તો ઉધું જ કરી નાખ્યું.ભાઈએ કહ્યું કે તેના કારણે પરિવાર વિખેરાઈ ગયો.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.