કુમાર વિશ્વાસે RSSને 'અભણ' ગણાવ્યો, વિવાદાસ્પદ નિવેદન થયું વાયરલ, ભાજપે કર્યો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-02-22 14:34:55

દેશના જાણીતા કવિ અને લેખક કુમાર વિશ્વાસ  RSS અંગેના તેમના નિવેદનને લઈ વિવાદમાં ફસાયા છે. કુમાર વિશ્વાસ ઉજ્જૈનમાં ભારતની સાંસ્કૃતિક ચેતના પરના એક કાર્યક્રમ વિક્રમોત્સવ 2023માં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે રામ કથાના પ્રેરક પ્રસંગો સંભળાવ્યા હતા. રામ કથાનો સંદર્ભ સંભળાવતા તેમણે RSS પર નિશાન સાધ્યું હતું અને સંઘને અભણ ગણાવ્યો હતો. કુમાર વિશ્વાસનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.


શું કહ્યું કુમાર વિશ્વાસે?


કુમાર વિશ્વાસ પ્રેરક પ્રસંગને સંભળાવતા લોકોને રામ રાજ્યના બજેટ વિશે જણાવી રહ્યા હતા, આ દરમિયાન તેમણે કેન્દ્રીય બજેટને રામ રાજ્યના બજેટ સાથે જોડીને સંઘ પર નિશાન સાધ્યું અને કહ્યું કે સંઘ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે રામ રાજ્યમાં રામરાજ્ય છે. બજેટ ન હતું. આપણા દેશમાં બે પ્રકારના લોકો લડે છે. એક ડાબેરી છે, જે અભણ છે, તેણે વાંચ્યું છે, પણ તેણે ખોટું વાંચ્યું છે. બીજાઓ પણ છે, તેઓએ તે વાંચ્યું નથી, તેઓ કહે છે કે તે આપણા વેદોમાં લખાયેલું છે, પણ વેદોમાં શું લખ્યું છે તે જોયું નથી.


ભાજપના નેતાઓએ કર્યો વિરોધ


કુમાર વિશ્વાસે  જ્યારે સંઘને અભણ કહ્યો ત્યાર બાદ મામલો વણસ્યો હતો. કુમાર વિશ્વાસે સંઘ વિશે આ વાત કહી ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ.મોહન યાદવ અને સાંસદ અનિલ ફિરોઝિયા પણ મંચ પર હાજર હતા. કુમાર વિશ્વાસના નિવેદન પર હવે ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. રાજ્યના પ્રવક્તા રાજપાલ સિંહ સિસોદિયાએ પોતાના ટ્વિટર પર કુમાર વિશ્વાસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તમે ઉજ્જૈનમાં કથા કરવા આવ્યા છો, કથા કરો, પ્રમાણપત્રો ન વહેંચો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે