ભાગેડુ લલિત મોદીને મોટો ઝટકો , વાનુઆતુએ કર્યો પાસપોર્ટ રદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 21:42:09

પ્રશાંત મહાસાગરનો એક નાનકડો ટાપુ દેશ જેનું નામ છે વાનુઆતુ . આ દેશ આજકાલ એક ભાગેડુ ભારતીયના કારણે ખુબ જ ચર્ચામાં છે . આ ભાગેડુ ભારતીય એટલે , લલિત મોદી . વાનુઆતુ દેશે ,  IPL ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીનો પાસપોર્ટ કેન્સલ કરવાનું જાહેર કર્યું છે . આના કારણે ભાગેડુ લલિત મોદીની મુશ્કેલીઓમાં વધારો થાય એવું લાગી રહ્યું છે . તો આવો જાણીએ શું છે આખો મામલો? 

IPL ના ભૂતપૂર્વ ચેરમેન છે , લલિત મોદી . તેઓ પ્રશાંત મહાસાગરના નાનકડા ટાપુ દેશ વાનુઆતુમાં છે . હવે ત્યાંના વડાપ્રધાન જોથામ નાપટેએ નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

પીએમ નાપટે આ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું છે કે , "મેં નાગરિકતા આયોગને લલિત મોદીના વાનુઆતુ પાસપોર્ટને તાત્કાલિક રદ કરવા માટેની  કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી છે. મને છેલ્લા 24 કલાકમાં જાણ કરવામાં આવી છે કે ઇન્ટરપોલે ભારતીય અધિકારીઓની લલિત મોદી પર એલર્ટ નોટિસ જારી કરવાની વિનંતીઓને બે વાર નકારી કાઢી છે કારણ કે લલિત મોદીની વિરુદ્ધમાં કોઈ  નક્કર પુરાવા નથી. આવી કોઈપણ ચેતવણીથી અગાઉજ લલિત મોદીની નાગરિકતા મેળવવાની અરજી નકારી કાઢવાની જરૂર હતી . " 

આ સમગ્ર મામલે ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે , "લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે. હાલના નિયમો અને પ્રક્રિયાઓના આધારે તેની તપાસ કરવામાં આવશે. સાથે જ અમને એ પણ જાણ થઇ છે કે તેમણે વાનુઆતુ દેશનું નાગરિકત્વ મેળવી લીધું છે. અમે તેમની સામેના કેસની તાપસ ચાલુ જ રાખીએ છીએ." 

દૈનિક અખબાર વાનુઆતુ ડેઇલી પોસ્ટે તેની ફેસબુક પોસ્ટમાં આ સંબંધિત માહિતી આપી હતી. 

આ સ્થાનિક અખબારે લખ્યું છે કે , વાનુઆતુને પાછળથી ખબર પડી કે , લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વાત કરીએ લલિત મોદીની તો , તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગના મુખ્ય શિલ્પકાર છે . તેમની પર ૨૦૦૯ના ૪૨૫ કરોડના IPL ના વર્લ્ડ સ્પોર્ટ ગ્રુપ સાથેના સોદાને લઇને ઈન્ક્મ ટેક્સ અને ED દ્વારા તપાસ ચાલી રહી છે . મે , ૨૦૧૦ થી તે લન્ડનમાં સ્થાયી છે . 

વાનુઆતુ એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત 80 થી વધુ ટાપુઓનો સમૂહ દેશ છે, જેની વસ્તી આશરે 300,000 લોકોની છે. આ દેશને 1980 માં ફ્રાન્સ અને બ્રિટનથી સ્વતંત્રતા મળી. વાનુઆતુ તેના ખાસ કાર્યક્રમ  દ્વારા નાગરિકતા પ્રદાન કરે છે, જેમાં દાન અથવા રોકાણની જરૂર પડે છે. આ કાર્યક્રમનું  નામ છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન પ્લાન (CIIP). આ કાર્યક્રમ અનુસાર, સિંગલ અરજદારોએ ૧.૩ કરોડ એટલેકે , $૧,૫૫,૦૦૦ આપવાની જરૂર છે . જેના થકી કોઈ પણ વ્યક્તિ વાનુઆતુ દેશની નાગરિકતા મેળવી શકે છે . 

ભાગેડુ લલિત મોદીને લઇને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો .  

જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."