રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-30 20:30:01

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું છે. અને મોદી અટક પર તેમણે આપેલા નિવેદનને લઈ કોર્ટ ઢસડી જવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટનની કોર્ટમાં આવવા માટે તૈયાર થઈ જાય, તેમણે પુરાવા સાથે બ્રિટન આવવું પડી શકે છે. લલિત મોદી ઉશ્કેરાયા છે તેનું કારણ એ છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અનેક વખત તેમને ભાગેડું કહ્યા છે. આ જ કારણે હવે લલિત મોદીએ રાહુલ ગાંધી સામે બ્રિટનની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે. 


બદલાની ભાવનાથી હુમલા


લલિત મોદીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને પપ્પુ નામથી સંબોધીને લલિત મોદીએ લખ્યું કે મને કહો કે મને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, હું તમારા જેવો નથી. હું એક સામાન્ય નાગરિક છું. મોદીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ પાસે કંઈ નથી, તેઓ માત્ર ખોટી માહિતી અથવા બદલાની ભાવનાથી હુમલા કરતા રહે છે. લલિત મોદીએ કોંગ્રેસ પર ઉલટો વાર કરતા કહ્યું કે કોંગ્રેસના અનેક નેતાઓ છે, જેમની વિદેશોમાં પણ સંપત્તિ છે, અને મારી પાસે તેના પુરાવા પણ છે. 


કોર્ટમાં લઈ ઢસડી જવાની ધમકી


લલિત મોદીએ મોદી સરનેમ પર રાહુલ ગાંધીને ધમકાવતા કહ્યું  કે "મેં રાહુલ ગાંધીને યુકેની કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મને ખાતરી છે કે તેમને કેટલાક નક્કર પુરાવાઓ સાથે આવવું પડશે. હું તેમને પોતાના પર સંપુર્ણપણે મૂર્ખ બનતા જોવા માટે ઉત્સુક છું." તેમણે વધુમાં કહ્યું કે 15 વર્ષમાં મેં એક પૈસો પણ લીધો નથી, અને તે સાબિત પણ થયું નથી. ખરેખરમાં IPL નામની વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ બનાવી છે. જેણે રેકોર્ડ તોડ 100 અબજ ડોલરની કમાણી કરી છે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.