'તમે લગ્ન કરો, અમે જાનૈયા બનીશું...સોનિયાજી પણ એવું જ ઈચ્છે છે', પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને લાલુની સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-23 19:15:53

બિહારની રાજધાની પટનામાં શુક્રવારે ભાજપ વિરોધી વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. લાંબા સમય બાદ આરજેડી ચીફ લાલુ યાદવ રાજકીય બેઠકમાં જોવા મળ્યા. બેઠક બાદ તમામ નેતાઓએ પોતાની વાત પત્રકારો સમક્ષ રજુ કરી હતી. આ દરમિયાન આરજેડી પ્રમુખ લાલુ યાદવે પણ પોતાની વાત રજુ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે આજની બેઠકમાં બધાએ ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠક શિમલામાં યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે વિરોધ પક્ષોને અપીલ કરી કે આપણે એક થઈને લડવું પડશે. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું અને હવે મોદીને સંપૂર્ણ રીતે ફિટ કરવા પડશે. આ દરમિયાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને આવું નિવેદન આપ્યું હતું જેની હવે ચર્ચા થઈ રહી છે. લાલુ યાદવે રાહુલ ગાંધીને દાઢી ટ્રીમ કરાવીને લગ્ન કરવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી વરરાજા બનશે તો અમે જાનૈયા બની જઈશું. આરજેડી સુપ્રીમોએ કહ્યું કે સોનિયા ગાંધી પણ તેમની વાત પર સહમત છે. લાલુ યાદવે કહ્યું- સોનિયાજી પણ ઈચ્છે છે કે રાહુલ ગાંધી લગ્ન કરે.


લાલુએ રાહુલ ગાંધીને કહ્યું- લગ્ન કરો, અમે જાનૈયા બનીશું


લાલુ યાદવ લાંબા સમય બાદ મૂડમાં જોવા મળ્યા હતા. તે પોતાની શૈલીમાં બોલી રહ્યા હતા. તેમણે વચ્ચે વચ્ચે હળવાશથી વાત પણ કરી રહ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે હજું પણ સમય પસાર થયો નથી. જલ્દી લગ્ન કરો. લાલુ યાદવે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી લગ્ન કરશે તો તેઓ જાનમાં જશે. આ પછી લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે દાઢી ન વધારો, લગ્ન કરો. લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે તમારી માતા (સોનિયા ગાંધી) કહેતી હતી કે તે મારી વાત સાંભળતો નથી. તમે લોકો રાહુલના લગ્ન કરાવો. આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું છે. અને સારું કામ કરી રહ્યા છે.


આ અગ્રણી નેતાઓ રહ્યા હાજર


બિહારની રાજધાની પટનામાં આજે શુક્રવારે (23 જૂન)ના રોજ 17 વિરોધ પક્ષોની એકતા બેઠક યોજાઈ હતી. આમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સહિત અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી અને 5 રાજ્યોના પૂર્વ સીએમ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. વિપક્ષની સામાન્ય સભામાં કુલ 27 નેતાઓએ ભાગ લીધો હતો.


આગામી બેઠક  12 જુલાઈના રોજ શિમલામાં યોજાશે


વિપક્ષોની આ પાર્ટીની ફરી એક સંયુક્ત બેઠક આગામી 12 જુલાઈના રોજ 'શિમલામાં યોજાશે.   કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે  જાહેરાત કરતા કહ્યું કે અમે 12 જુલાઈએ શિમલામાં ફરી બેઠક કરવાના છીએ, જેમાં અમે એક સામાન્ય એજન્ડા તૈયાર કરીશું. આ સાથે સંયોજક તરીકે એક નેતાની પસંદગી કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે