મધ્યપ્રદેશના મુરૈનામાં જુની અદાવતમાં 6 લોકોના મોત, હ્રદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-05 15:45:50

મધ્યપ્રદેશના મુરૈનામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે. જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના લેપા ગામમાં જૂની અદાવતના કારણે 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. બંને પરિવારો વચ્ચે વર્ષોથી જૂની અદાવત ચાલી રહી હતી. આજે શુક્રવારે 5 મેના રોજ સવારે જમીન મુદ્દે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે.


સમગ્ર મામલો શું  હતો?


લેપા ગામના ગજેન્દ્રસિંહ તોમર અને ધીરસિંહ તોમર વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. 2013માં ગજેન્દ્ર સિંહ તોમરના પરિવારજનો પર ધીર સિંહ તોમરના પરિવારના બે લોકોની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો, આ મામલે કેસ ચાલી રહ્યો છે. ગજેન્દ્ર સિંહે વળતર તરીકે 6 લાખ રૂપિયા પણ આપ્યા હતા, પરંતુ પૈસા લીધા પછી પણ ધીર સિંહના પરિવારે કેસ પાછો ખેંચ્યો ન હતો. ગજેન્દ્ર સિંહનો પરિવાર તેના ડરને કારણે મુરેનામાં રહેતો હતો.


ગજેન્દ્ર સિંહ તોમરના પુત્ર રાકેશ સિંહ તોમરે જણાવ્યું કે શુક્રવારે સવારે અમારો પરિવાર મોરેનાથી ગામ પહોંચ્યો. ધીરસિંહનો પરિવાર છત પર બેઠો હતો. જેવી અમારી ગાડી આવી કે તરત જ બધા લોકો દોડી આવ્યા અને લાકડીઓ અને બંદૂકોથી હુમલો કર્યો હતો. દરમિયાન અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમારી બાજુના છ લોકોને ગોળીથી ઈજા થઈ છે, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં જે વ્યક્તિ ગોળીઓ ચલાવી રહ્યો છે તેનું નામ અજીત છે. આ સાથે મોનુ, બલરામ, ગૌરવ સિંહે પણ ફાયરિંગ કર્યું છે.


આ લોકો મોતને ભેટ્યા 


લેપા ગામમાં જમીન વિવાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ છે. તમામ મૃતકો રણજીત તોમરના પક્ષના છે. મૃતકોના નામ વીરેન્દ્ર સિંહની પત્ની લેસ કુમારી, નરેન્દ્ર સિંહ તોમરની પત્ની બબલી, સુનીલ તોમરની પત્ની મધુ કુમારી,  બદલૂ સિંહનો પુત્ર ગજેન્દ્ર સિંહ, ગજેન્દ્ર સિંહનો પુત્ર સત્યપ્રકાશ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર  સંજુ છે. તે ઉપરાંત ઘાયલોમાં સુરેશ સિંહ તોમરના પુત્ર વિનોદ સિંહ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર વીરેન્દ્રનો સમાવેશ થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે