કર્ણાટકમાં ચૂંટણી નજીક આવતા જામશે નેતાઓનો જમાવડો! પીએમ મોદી 6 દિવસમાં ગજવશે આટલી જનસભા! જાણો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-04-26 09:11:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની તૈયારીઓ માટે રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી પણ પહોંચવાના છે. વડાપ્રધાન તૂફાની રફતારથી કર્ણાટકમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાના છે અને એનો કાર્યક્રમ પણ બનાવવામાં આવી ગયો છે. મળતી માહિતી અનુસાર પીએમ 6 દિવસમાં 16 રેલી તેમજ રોડ શો કરવાના છે. આ કાર્યક્રમની શરૂઆત 28 એપ્રિલથી થઈ જવાની છે. 


પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવશે મેદાનમાં! 

આવતા મહિને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારો તથા સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી પણ કર્ણાટકમાં રેલી તેમજ જાહેર સભા કરી ભાજપનો પ્રચાર કરવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 6 દિવસોમાં 16 જેટલી રેલી તેમજ રોડ શો કરવાના છે. કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે. પ્રચારની શરૂઆત 28 એપ્રિલથી થવાની છે. પીએમ મોદી 29 એપ્રિલે, ત્રીજી અને ચોથી મે તેમજ 6 અને 7મેના રોજ કર્ણાટકમાં ભાજપનો પ્રચાર કરવાના છે. 16 જિલ્લાઓને કવર કરવાના છે. 


પીએમ મોદી કરશે અનેક રેલી તેમજ જનસભા! 

આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નિષ્ણાંતોના મતે કર્ણાટકની ચૂંટણી ભાજપ માટે લોકસભાનું સેમિફાઈનલ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બીજા રાજ્યો કરતા કર્ણાટક પર ભાજપનું ધ્યાન વધારે રહેશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પ્રચારની શરૂઆત રાજ્યના સૌથી મોટા જિલ્લા બેલગાવીથી કરશે. 


કોંગ્રેસે પણ શરૂ કર્યો કર્ણાટકમાં પ્રચાર! 

મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કર્ણાટકમાં પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકમાં સભાને સંબોધી હતી. મૈસુરમાં રેલી કરી હતી. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.          



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.