ગુજરાતની નહીં પરંતુ દેશના હવામાન વિશે કરીએ વાત, જાણો કયા રાજ્યો માટે અપાયું એલર્ટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-06 09:59:03

હંમેશા ગુજરાતના હવામાનની વાતો કરતા હોઈએ છીએ. ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ અને ક્યારે વરસાદ પડશે તેની માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. ત્યારે આજે ગુજરાતના નહીં પરંતુ દેશના હવામાનની વાત કરવી છે. દેશના લગભગ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. અનેક રાજ્યોમાં ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે. ઉત્તર ભારતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ગોવા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, છત્તીસગઢ, નાગાલેન્ડ સહિતના રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


દેશના અનેક રાજ્યોમાં ફરી જોવા મળશે મેઘમહેર 

દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. કોઈ રાજ્યમાં ધીરો ધીરો વરસાદ વરસ્યો હતો તો કોઈ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘસવારીએ થોડા દિવસોથી વિરામ લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ગુજરાત, છત્તીસગઢ, સિક્કિમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.જો પશ્ચિમ ભારતની વાત કરીએ તો આગામી પાંચ દિવસ ત્યાં મેઘમહેર જોવા મળી શકે છે.  


આ રાજ્યોમાં વરસી શકે છે ભારે વરસાદ 

અનેક રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. કેરળમાં આગામી દિવસો દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે. જેને લઈ કેરળમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન અને ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તે સિવાય મધ્ય પ્રદેશના જબલપુર, નર્મદાપુરમ અને ઈન્દોરના અનેક ભાગોમાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે. આગામી 24 કલાકની અંદર લદ્દાખ, રાજસ્થાનના પશ્ચિમી ભાગ, સૌરાષ્ટ્ર, કચ્છ અને તટીય આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. સિક્કિમ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂમાં જોરદાર વરસાદની આગાહી કરી છે.  

  

   

ગુજરાતમાં પણ મેઘરાજાની થઈ શકે છે પધરામણી 

જો આગામી 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો પૂર્વાત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક અને કેરલમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય આ રાજ્યો જેવા કે કરીએ તો દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતના અમુક ભાગ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.