અદાણી ગ્રુપમાં રોકાણથી LICને પણ જબરજસ્ત આર્થિક ફટકો, જાણો કેટલા રૂપિયા ડૂબ્યા?


  • Published By :
  • Published Date : 2023-02-24 17:04:13

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો છેલ્લા એક મહિનાથી ધડાધડ તુટી રહ્યા છે, તેના કારણે ગૌતમ અદાણીને કરોડો ડોલરનું નુકસાન થયું છે. જો કે તેની સાથે સાથે-સાથે દેશની સૌથી મોટી વિમા કંપની LICને પણ જોરદાર આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. LICએ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટાપાયે રોકાણ કર્યું છે.


LICને કેટલું નુકસાન થયું?


આજે ગુરૂવારે શેર માર્કેટ બંધ થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં LICના મૂડી રોકાણનું મૂલ્ય ઘટીને 27 હજાર કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. LICના શેર હોલ્ડિંગ પેટર્નનું ડેટા એનાલિસીસ કર્યા બાદ આ આંકડો સામે આવ્યો છે. LICએ અદાણી ગ્રુપના શેરોમાં ઈક્વિટી અને ડેટ હેઠળ ડિસેમ્બરના અંત સુધી કુલ 35,917 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. LICના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપના શેરોની કુલ ખરીદ વેલ્યું 30,127 કરોડ રૂપિયા હતી, જે વધીને 27 જાન્યુઆરીએ 56,142 કરોડ રૂપિયાએ પહોંચી હતી.   


LICનું અદાણી ગ્રુપમાં રોકાણ કેટલું?


LIC અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના 4,81,74,654 શેર ધરાવે છે. આ ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની કુલ ચૂકવેલ મૂડીના 4.23 ટકા છે. ડિસેમ્બર સુધીમાં LIC અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ LICની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 41.66 લાખ કરોડ રૂપિયા હતી. તે હિસાબે જોઈએ તો,આ રોકાણ એક ટકાથી પણ ઓછું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે