લિઝ ટ્રસ બ્રિટનના નવા પ્રધાનમંત્રી, ઋષિ સુનકને હરાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 22:18:45

બ્રિટનની પ્રધાનમંત્રીની ચૂંટણીમાં નવા પ્રધાનમંત્રી પદની ચૂંટણી થઈ જેમાં ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી 47 વર્ષના લિઝ ટ્રસ નવા પ્રધાનમંત્રી બનશે. કુલ 1,72,437 મતમાંથી 1.60 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 81,326 મત મેળવી લિઝ ટ્રસ બોરિસની જગ્યા લેશે.  


કોણ છે લિઝ ટ્રસ?

46 વર્ષના લિઝ ટ્રસનું પુરું નામ એલિઝાબેથ મેરી ટ્રુસ છે. તેઓ થેચરને પોતાના આદર્શ માને છે. તેઓના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતા. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવે છે અને હાલ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેઈન પદે સેવા આપી રહ્યા છે. તેઓએ યુકેની અનેક રાજનીતિક પદો પર સેવા આપી છે. 


આવતીકાલે નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરશે

આવતીકાલે બોરીસ જોનસન પ્રધાનમંત્રી આવાસમાં છેલ્લું ભાષણ આપશે અને બ્રિટનવાસીઓને સંબોધશે. આવતીકાલે રાણી એલિઝાબેથ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે લિઝ ટ્રસની પ્રધાનમંત્રી પદે નિમણૂક કરશે. 'કિસિંગ હેન્ડ્સ' એટલે કે ક્વિન સાથે પ્રધાનમંત્રીની છેલ્લી મુલાકાત થાય છે તે આવતીકાલે નહીં કરવામાં આવે. હાઉસ ઓફ કોમન્સ ખાતે લિઝ ટ્રસની પ્રથમ કેબિનેટ બેઠક 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 


લિઝના પ્રધાનમંત્રી બનવાથી ભારતને શું ફરક પડશે?    

લિઝે અગાઉ બ્રિટનના વિદેશમંત્રી પદે ભારત સાથે સારા સંબંધ બનાવી રાખ્યા હતા માટે લિઝના આવવાથી ભારત માટે સારા સમાચાર છે. બોરિસ જોનસનનો સમયગાળો ભારતના સંબંધ મુજબ સારો ન હતો પરંતુ લિઝન આવવાથી ભારત અને બ્રિટનના સારા સંબંધની આશા બંધાઈ રહી છે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .