લોકસભા ચૂંટણી 1980: ઈન્દિરા ગાંધીએ સત્તામાં કરી હતી જોરદાર વાપસી, કોંગ્રેસે જીતી હતી 353 બેઠકો


  • Published By :
  • Published Date : 2023-10-17 13:53:52

દેશમાં વર્ષ 1977માં મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ રચાયેલી પ્રથમ બિનકોંગ્રેસી સરકાર 1979માં પડી ગઈ હતી. જનતા પાર્ટીની રચના થયા બાદ આંતર કલહના કારણે પાર્ટીના ભાગલા થયા અને પક્ષ અનેક જૂથોમાં વહેંચાઈ ગયો હતો. 28 જુલાઈ, 1979ના રોજ કોંગ્રેસે ચૌધરી ચરણ સિંહને સમર્થન આપ્યું અને તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. જો કે, કોંગ્રેસ અને ચરણ સિંહ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદો ઉભા થયા અને સરકાર લોકસભામાં બહુમતી સાબિત કરતા પહેલા જ પડી ગઈ. જાન્યુઆરી 1980માં દેશમાં ફરીથી ચૂંટણી યોજાઈ અને જનતા પાર્ટીએ બાબુ જગજીવન રામને  વડાપ્રધાનપદનો ચહેરો બનાવ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસના નેતા ઈન્દિરા ગાંધી પ્રત્યે સહાનુભૂતિનું વાતાવરણ ઊભું થયું હતું. જનતા પાર્ટીની સરકાર વખતે ઈન્દિરાને કોર્ટના અનેક ધક્કા ખાવા પડ્યા હતા. બીજી તરફ જનતા પાર્ટીની સરકારે ભ્રષ્ટાચાર રોકવાની વાત કરી હતી, પરંતુ તે તેમાં બહુ સફળ થઈ નહોતી. પ્રથમ ગઠબંધન સરકારના આંતરકલહના કારણે, દેશમાં અસ્થિરતાની સ્થિતી સર્જાઈ હતી. ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ, જેને ગૃહ ચલાવવાનો અનુભવ હતો, તેને પ્રથમ પસંદગી તરીકે જોવામાં આવી હતી અને વિશ્લેષકોએ મતદાન પહેલાં જ પ્રચંડ જીતની આગાહી કરી હતી. તેમના અભિયાન દરમિયાન તેમણે જે સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમ કે કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપના અને વધતી જતી મોંઘવારીથી પણ તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો.


ચૂંટણી કાર્યક્રમ અને કોંગ્રેસની જીત


વર્ષ 1980ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જંગી જીત સાથે ઈન્દિરા ગાંધી સત્તા પર પાછા ફર્યા હતા. 3-6 જાન્યુઆરી 1980ના રોજ યોજાયેલી સાતમી લોકસભા ચૂંટણીના પરિણામો 7 જાન્યુઆરીએ જાહેર થવાનું શરૂ થયું અને પહેલા જ દિવસે કોંગ્રેસની પ્રચંડ જીત સ્પષ્ટ દેખાઈ રહી હતી. જાન્યુઆરી 1980માં યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ (આઈ)એ 353 બેઠકો જીતી હતી. તે જ સમયે, કેટલાક પક્ષો અલગ થયા પછી, જે જનતા પાર્ટી બચી ગઈ હતી તે 31 બેઠકો પર ઘટી ગઈ હતી. કોંગ્રેસે સમર્થન પાછું ખેંચતા જેમને પીએમ પદ પરથી રાજીનામું  આપવું પડ્યું તે ચૌધરી ચરણ સિંહની જનતા પાર્ટી (સેક્યુલર)ને માત્ર 41 બેઠકો મળી હતી.


1980ની સામાન્ય ચૂંટણીઓનું પરિણામ


આ ચૂંટણીમાં કુલ સરેરાશ 56.92 ટકા મતદાન થયું હતું, જે 1977ની લોકસભા ચૂંટણી કરતાં 4 ટકા ઓછું હતું. કુલ 4,629 ઉમેદવારો ઊભા હતા, જેમાંથી 3,088 અપક્ષ અને સ્થાનિક પક્ષોના હતા. કુલ, છ રાષ્ટ્રીય પક્ષોના 1541 ઉમેદવારોએ ચૂંટણી માટે નામાંકન કર્યું હતું, જેમાંથી 485એ તેમની બેઠકો જીતી લીધી હતી. આ સિવાય રાજ્યના પક્ષોના 106 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 34 જીત્યા હતા. કોંગ્રેસ પાર્ટીને 353 સીટો મળી અને તેનો વોટ શેર 42.7% હતો. જનતા પાર્ટી (JP)એ 31 બેઠકો, જનતા પાર્ટી (S) 41, CPI 11, CPM 36 અને અપક્ષો અને અન્યોએ 39 બેઠકો જીતી હતી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને તે હિન્દીભાષી રાજ્યોમાં પણ જોરદાર સફળતા મળી, જ્યાં તેને 1977માં હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે હિન્દી ભાષી રાજ્યો હરિયણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની મોટાભાગની સીટો, બિહાર અને મધ્યપ્રદેશમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું. દક્ષિણના રાજ્યોમાં પણ કોંગ્રેસ મજબૂત રહી અને પરિણામે તેણે 353 સીટ જીતી. 1971ની 352 કરતાં એક સીટ વધુ અને 1977ની 153ના કરતાં દોઢ ગણી વધુ સીટ પર કોંગ્રેસનો વિજય થયો હતો. દેશના બંને મોટા સામ્યવાદી પક્ષોએ મળીને કુલ 47 બેઠકો જીતી - ભારતીય સામ્યવાદી પક્ષે 10 બેઠકો જીતી, જ્યારે ભારતીય સામ્યવાદી પક્ષ-માર્કસવાદીએ 37 બેઠકો જીતી. CPMએ પશ્ચિમ બંગાળમાં તેના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો, 1977ની ચૂંટણીમાં 17ની સરખામણીમાં 28 બેઠકો જીતી હતી. જ્યારે 156 ઉમેદવારોમાંથી નસીબ અજમાવનારા 156 ઉમેદવારોમાંથી એક અજ્ઞાત પક્ષનો એક જ ઉમેદવાર સીટ જીતવામાં સફળ રહ્યો હતો. આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા 1977ના 2,439ની સરખામણીમાં બમણી થઈ ગઈ હતી અને કુલ 4,629 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતી. મતદાન મથકોની સંખ્યાએ પણ પ્રથમ વખત 4 લાખનો આંકડો પાર કરી દીધો હતો. 21 વર્ષથી મોટી ઉંમરના મતદારોની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ હતી. 



ઈન્દિરા ગાંધી કર્ણાટકના ચિકમંગલુરથી જીત્યા 


ઈન્દિરા ગાંધી કર્ણાટકના ચિકમંગલુરથી ચૂંટણી જીત્યા હતા, મુલલયનાગીરી પર્વતમાળાઓ વચ્ચે આવેલું, આ સુંદર શહેર ચિકમગલુરનો શાબ્દિક અર્થ થાય છે 'નાની પુત્રીનું શહેર'. ચા અને કોફીના બગીચાઓથી શોભતા આ શહેરે ઈન્દિરાને રાજકીય કારકીર્દીને આગળ ધપાવવામાં ઘણી મદદ કરી હતી. વાસ્તવમાં, ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે લગભગ ઈન્દિરાને ચિકમગલુરની નાની પુત્રી તરીકે જાહેર કરી દીધી હતી. કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં તેમની પુત્રીને જીતાડવા માટે અપીલ કરતા હતા. આ સમયગાળા દરમિયાન, 'એક શેરની સૌ લંગુર, ચિકમગલુર - ચિકમગલુર' સૂત્ર ખૂબ લોકપ્રિય બન્યું. ચિકમંગલુરમાં કોંગ્રેસની ભાવનાત્મક વ્યૂહરચના કામ કરી ગઈ અને ઈન્દિરા ગાંધી લગભગ 70 હજાર મતોથી ચૂંટણી જીત્યા. ઈન્દિરાની આ જીત બાદ કોંગ્રેસીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો. કોંગ્રેસીઓની આ ઉર્જા 1980ની લોકસભા ચૂંટણીમાં તેમના માટે ખૂબ જ ઉપયોગી હતી.


ઈન્દિરાની છેલ્લી ચૂંટણી


1980ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ, ઈન્દિરા ગાંધીએ 14 જાન્યુઆરી 1980 થી 31 ઓક્ટોબર 1984 સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. જોકે 1980ની લોકસભા ચૂંટણી ઈન્દિરા ગાંધીની અંતિમ ચૂંટણી રહી, જ્યારે તેઓ પીએમ હતા, ત્યારે 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના અંગરક્ષકો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધી પછી તેમના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. જોકે, 1980ની ચૂંટણી દેશમાં દરેક ક્ષેત્રમાં વિશાળ પરિવર્તન જોવા મળ્યું. લોકો, રાજકારણીઓ અને ઈન્દિરા ગાંધી માટે આ ચૂંટણી એક નવો જ યુગ લાવનારી રહી હતી. 


1980માં જનતા પાર્ટીના પતન બાદ ભારતીય જનતા પાર્ટીનો ઉદય 


ભારતીય જનતા પાર્ટીને જનસંઘનું બીજું સ્વરૂપ કહી શકાય. વાસ્તવમાં, ભારતીય જનસંઘની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં કરી હતી. ભારતીય જનસંઘનું રાજકારણ શરૂઆતથી જ કોંગ્રેસની નીતિઓ વિરુદ્ધ રહ્યું હતું. ઈમરજન્સી પછી જ્યારે વિપક્ષી પાર્ટીઓએ ઈન્દિરાને સત્તા પરથી હટાવવા માટે ગઠબંધન કર્યું ત્યારે જનતા પાર્ટીની રચના થઈ હતી. ભારતીય જનસંઘ પણ જનતા પાર્ટીમાં સામેલ થનારા પક્ષોમાંનો એક હતો. જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયીને જનતા પાર્ટીની સરકારમાં વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. 1980માં જનતા પાર્ટીના તૂટ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની રચના જનસંઘની મૂળભૂત ભાવનાઓ હેઠળ કરવામાં આવી હતી. જે બાદ અટલ વિહારી વાજપેયીને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.



વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...