South Africaના Cape Town Cityમાં આવ્યું ભયંકર જળ સંકટ! જો આપણે પણ પાણી સમજી વિચારીને નહીં વાપરીએ તો....


  • Published By :
  • Published Date : 2024-03-30 12:13:14

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળા દરમિયાન અનેક લોકો પાણી બેફામ બનીને વાપરતા હોય છે... ઘરની બહાર ઠંડક કરવા છાંટતા હોય છે, ઘરમાં છાંટતા હોય છે એમ માનીને કે ગરમી થોડી લાગે... ઘણી વખત એવી પરિસ્થિતિ થાય છે કે કામ નથી હોતું તો પણ પાણીનો વેડફાટ થાય છે કારણ કે આપણને પાણી વાપરવાની છુટ મળી છે.! પાણી વાપરવા પર કોઈ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો પરંતુ સાઉથ આફ્રિકાનું એક રાજ્ય કેપ ટાઉન એવું છે જે જળસંકટનો સામનો કરી રહ્યું છે. 


જો તમને આવું કહેવામાં આવે તો....   

આપણે નાના હતા ત્યારે શાળામાં ભણતા હતા ," જળ એ જીવન છે ", બીજું 'વૃક્ષ વાવો વરસાદ લાવો'. આ બેઉ કહેવતો જે  હજીપણ આપણા માનસ પટલ પરથી અંકિત થયેલી છે. આપણા જીવનમાં પાણી ખુબ મહત્વનો ભાગ ભજવે છે. તમે સવારે ઉઠો અને તમને કોઈ કહે કે આજ થી તમારા ગામ કે શહેરમાં પાણી જ નહીં આવે તો? તમારી સ્થિતિ  શું થાય? કોઈ તમને કહી દે કે તમને નાહવા માત્ર ૯૦ સેકન્ડનો સમય આપવામાં આવશે તો? માત્ર અડધો ગેલન જેટલું પાણી પીવા મળશે તો? આ બધું વાંચ્યા પછી તમારા મનમાં વિચાર આવતો હશે કે આવું થોડી હોય...!  આપણે ત્યાં ભલે આવી સ્થિતિ નથી આવી જ કંઈક સ્થિતિ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં બની છે. અને આપણા દક્ષિણ ભારતના રાજ્યો પણ અતિભયંકર જળસંકટનો સામનો કરી રહ્યા છે .  


પીવા લાયક પાણીની વાત કરીએ તો આટલું જ છે..! 

તમે કહેશો કે પાણી તો ઘણું બધુ છે, પરંતુ પીવા લાયક પાણી કેટલું છે? હવે વાત કરીએ માણસના ઉપયોગના લાયક મીઠા પાણીની તો આપણે એક નાનકડું ગણિત સમજીએ. ટોટલ પૃથ્વીના ૧૦૦ ટકા પાણીમાંથી ૯૭.૪ ટકા પાણી ખારું છે જે પીવાલાયક નથી એટલે કે આપણો દરિયો. વધ્યું  ૨.૫ ટકા પાણી.સમસ્ત માનવ જાતિએ માત્ર આ ૨.૫ ટકાના મીઠા પાણી પર નભવાનું છે! હવે આ ૨.૫ ટકા પાણીમાંથી પણ ૬૮.૭ ટકા પાણી આપણા દક્ષિણ ધ્રુવ , ઉત્તર ધ્રુવ અને હિમાલયની પર્વતમાળામાં ગ્લેશિયર રૂપે અથવા તો આઈસ કેપ રૂપે રહેલું છે . બાકીનું ૩૦.૧ પાણી ભૂગર્ભ જળ છે.બાકીનું સપાટી પરનું એટલે કે ડેમ , તળાવોમાં પાણી ૧.૨ ટકા છે.


 

પાણીની તંગી પાછળ આ કારણો છે જવાબદાર!

હવે વાત કરીએ ક્લાઈમેટ ચેન્જની તો તેનાથી આપણા glacier સુકાતા જાય છે. જે મોટા પ્રમાણમાં આપણી નદીઓના ઉદ્ભવ સ્થાન છે, એક ઉદાહરણ તરીકે ભારતની સૌથી મોટી નદી ગંગા નદીનું glacier ગંગોત્રી. આખું ઉત્તર અને પૂર્વોત્તર ભારત આ ગંગા નદી પર નભે છે , પણ હવે આ glacier સુકાતું જાય છે . ભુગર્ભ જળના સ્ત્રોત પણ સુકાતા જાય છે , બાકી રહ્યા ડેમ કે તળાવ તેનું પાણી પ્રદુષિત થાય છે ખાતરોથી,રસાયણોથી. આવનાર દિવસોમાં ભારત દેશમાં પણ જળ સંકટનો ખતરો તોડાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે...! 

 

કેપ ટાઉનમાં મૂકવામાં આવ્યા આ પ્રતિબંધ! 

હવે આપણે વાત કરીએ કેપ ટાઉન શહેરની જે આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.. આ શહેર દક્ષિણ આફ્રિકા નામના દેશમાં સ્થિત છે, આ શહેરની ૪૦ લાખ જેટલી વસ્તી છે, ફેબ્રુઆરીની શરૂઆતથી આ શહેરના મેયરે પાણી માટે કેટલાક કડક નિયમો જાહેર કરી દીધા હતા. જેમ કે એક વ્યક્તિને દરરોજ માત્ર ૧૩ ગેલન જેટલું પાણી મળશે , જેમાં નાહવા માટે ૯૦ સેકન્ડનો shower,હાલ્ફ ગેલન જેટલું પાણી પીવા માટે મળશે. બાકીનું પાણી બીજા કામોમાં જેમ કે હાથ ધોવા, કપડાં , વાસણ ધોવા ઉપયોગ કરી શકાશે. પાણીની કટોકટીને કારણે કેપ ટાઉનને વિશ્વનું કમ્પલીટ ડ્રાય શહેર બની ગયું છે... એવું શહેર જ્યાં બિલકુલ પાણી નથી... આ કેપ ટાઉન શહેર સાઉથ આફ્રિકાની GDPમાં ૯.૯ ટકા જેટલું યોગદાન આપે છે . તે દેશનું મુખ્ય tourist ડેસ્ટિનેશનમાનું એક  છે . 


હજી સુધી કેવી રીતે કેપ ટાઉનમાં મળી રહ્યું હતું પાણી? 

પ્રશ્ન થાય કે આ શહેરમાં અત્યાર સુધી પાણી કેવી રીતે મળતું હતું?  તેની વાત કરીએ તો કેપ ટાઉનનું વાતાવરણ એ ભૂમધ્ય એટલે કે mediterranenan પ્રકારનું છે.ગરમ છે, ડ્રાય સમર છે , શિયાળામાં વરસાદ પડે છે. આ શહેરની વોટર સપ્લાય સિસ્ટમ એ WESTERN CAPE WATER SUPPLY SYSTEM કહેવાય છે. જે સંપૂર્ણ પણે વરસાદ પર આધારિત છે. અને શહેરના ૬ ડેમ આ વરસાદના પાણી વડે ભરવામાં આવે છે. આ શહેરમાં શિયાળાનો સમય મે થી ઓગસ્ટ નો છે , આ દરમ્યાન જે પણ વરસાદ પડે તેને સંગ્રહવામા આવે છે . ગરમીના મહિનાઓ નવેમ્બરથી એપ્રિલ દરમ્યાન આ ડેમોનું જળસ્તર ઘટવા લાગે છે.


કેવી રીતે કેપ ટાઉનમાં સર્જાઈ પાણીની આટલી વિકરાળ સમસ્યા?   

હવે જાણીએ કે કેપ ટાઉન કમ્પ્લીટ ડ્રાય શહેર કેવી રીતે બની ગયું? પહેલું કારણ ૨૦૧૫- ૨૦૧૭ સુધી ભયકંર દુકાળ પડ્યો હતો. અને પાછલા કેટલાક વર્ષોમાં વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે.આ શહેરની વસ્તીમાં ખુબજ વધારો જોવા મળ્યો છે , જેમ કે ૧૯૯૫માં વસ્તી ૨૪ લાખ હતી જે હવે ૨૦૧૫માં વધી ૪૦ લાખ સુધી પહોંચવા આવી છે . ત્રીજું સૌથી મહત્વનું કારણ એ છે કે , ત્યાંની સરકારે કેપ ટાઉનમાં ખારા પાણીને મીઠા પાણીમાં બદલતો DESALINATION પ્લાન્ટ જે ૨૦૧૮ માં ISRALE દ્વારા નાખવાંમાં આવતો તેને ના પાડી દીધી હતી. અને હવે આ શહેર એકદમ સૂકું શહેર બની ગયું છે.

 

ભારતના અનેક રાજ્યોમાં પણ આવી શકે છે જળસંકટ!

હવે વાત કરીએ આપણા ભારતની, અને તેમાં પણ કર્ણાટક રાજ્યની. કર્ણાટકની રાજધાની બંગ્લોરમાં તો જબરદસ્ત જળસંકટ હમણાંથી જોવા મળી રહ્યું છે. તેના કારણો આ મુજબ છે -  કર્ણાટક રાજ્યની જીવાદોરી એ કાવેરી નદી છે, માત્ર કર્ણાટકની જ નહિ પણ તમિલનાડુમાં પણ તે પાણી આવે છે. આ વખતે કર્ણાટક રાજ્યમાં ૩૮ ટકા ઓછો વરસાદ NORTH EAST મોન્સૂનમાં જોવા મળ્યો છે. જ્યારે ૨૫ ટકા ઘટ સાઉથ વેસ્ટ મોન્સૂનમાં જોવા મળી. આપને કહી દઈએ કે દક્ષિણના રાજ્યો વર્ષમાં બે વાર વરસાદ મેળવે છે. નોર્થ EAST મોન્સૂન કે જે શિયાળામાં આવે, સાઉથ વેસ્ટ મોન્સૂન જે ઉનાળામાં એટલે કે જૂન પછી આવે છે. બીજું સૌથી મોટું કારણ બેંગ્લોર શહેરના આડેધડ કરવામાં આવેલો વિકાસ છે. 


પાણીનો વેડફાટ કરતા પહેલા આપણે વિચારવું પડશે... 

ભૂગર્ભેમાં પાણી શોષાવાની ક્ષમતા ઓછી થઈ છે તેથી ભૂગર્ભ જળના સ્ત્રોત સંપૂર્ણ પણે ડ્રાય થઈ ગયા છે. ત્રીજું સૌથી મોટું કારણ બેંગ્લોર શહેરની વસ્તી એક દમ વધી રહી છે. પણ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર આ વધેલી વસ્તીને પહોંચી વળવા સક્ષમ નથી. પાંચમું કારણ પ્રદુષણ, છઠ્ઠું સૌથી મહત્વનું ક્લાઈમેટ ચેન્જ. આ ઉપરાંત કાવેરી જળવિવાદે તો ખુબ રાજકીય રંગ હાસિલ કરી લીધો છે. આ પરિસ્થિતિ બાદ પાણીનું મહત્વ આપણે સમજીશું તેવી આશા છે અમને...તો એટલે જ પાણી વાપરો પણ સંયમ સાથે, વિવેક પૂર્વક વાપરો કારણ કે જળ છે તો જીવન છે...!



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.