પંજાબના લુધિયાણામાં ગેસ લીકેજ, 11 લોકોના મોત, NDRFએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-04-30 11:50:28

પંજાબના લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં એક દુકાનમાંથી ગેસ લીકેજ થવાથી 11 લોકોના મોત થયા છે જ્યારે 11થી વધુ લોકો બેભાન છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, છ પુરૂષો અને 10 અને 13 વર્ષની વયના બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 


NDRFની ટીમે શરૂ કર્યું  રેસ્ક્યુ


NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રોન દ્વારા ઘરોની છતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગેસ લીક ​​થવાથી એક બિલાડીનું પણ મોત થયું છે. મૃતકોના મૃતદેહને લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


300 મીટર વિસ્તારને ખાલી કરાવાયો


ગેસ લીક ​​થવાથી વધુ નુકસાન ન થાય તે માટે પોલીસે આસપાસના 300 મીટર વિસ્તારને ખાલી કરાવ્યો છે. આ સાથે ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કરિયાણાની દુકાનમાંથી ગેસ કેવી રીતે લીક થયો હતો. કયો ગેસ હતો તે તપાસ બાદ જ ખબર પડશે. જોકે એમોનિયા ગેસ લીક ​​થયો હોવાની આશંકા છે.


CM માને દુઃખ વ્યક્ત કર્યું


CM ભગવંત માને ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વિટ કર્યું- લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટના સ્થળે હાજર છે.સંભવિત તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..