માફિયા અતીકની પત્ની શાઈસ્તા દિલ્હી કે ગુજરાતમાં કરી શકે છે સરેન્ડર, યુપી ATFની ટીમ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-04-21 17:29:04

પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર માફિયા અતીક અહમદની પત્ની શાઈસ્તા પરવીન અને ગુડ્ડુ મુસ્લિમ આત્મસમર્પણ કરી શકે છે. ઉત્તર પ્રદેશ પોલીસ શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લીમને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.


શાઈસ્તા અને ગુડ્ડુ ફરાર છે


ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અને તેના પતિ માફિયા અતીક અહમદ અને અશરફની હત્યા તથા પુત્રના એન્કાઉન્ટર થયું ત્યારથી શાઈસ્તા ગુમ છે અને જાહેરમાં જોવા મળી નથી. હવે સમાચાર આવ્યા છે કે અતીકનો વફાદાર ગુડ્ડુ મુસ્લિમ શાઈસ્તાને બચાવવામાં લાગ્યો છે. અત્યાર સુધી બંને જણા પોલીસની પકડથી દુર છે. 


ગુજરાત કે દિલ્હીમાં આત્મસમર્પણ કરી શકે


શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમ દિલ્હી કે ગુજરાત પોલીસ સમક્ષ સરેન્ડર કરી શકે તેવી જાણકારી મળી રહી છે.  શાઈસ્તાના આત્મસમર્પણની ચર્ચાઓ વચ્ચે યુપી ATFની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમને પ્રયાગરાજ લાવી શકાય તે માટે દિલ્હી અને ગુજરાત માટે ટીમ મોકલવામાં આવી છે.


શાઈસ્તા ઉમેશ પાલ હત્યાકાંડની માસ્ટર માઈન્ડ

 

અત્રે ઉલ્લેખનિય છે કે ગુડ્ડુ મુસ્લિમ પર યુપી પોલીસે પાંચ લાખનું જ્યારે શાઈસ્તા પર પચાસ હજારનું ઈનામ જાહેર કર્યું છે. શાઈસ્તા પરવીનને ઉમેશ પાલ હત્યાકાંડની મુખ્ય ષડયંત્રકાર માનવામાં આવે છે. જો કે શાઈસ્તા કે ગુડ્ડુ મુસ્લિમ સરેન્ડર કરશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે