પંજાબની રોપડ જેલમાં બંધ ઉત્તર પ્રદેશના કુખ્યાત બાહુબલી માફિયા મુખ્તાર અંસારીની VIP ટ્રીટમેન્ટ પાછળ અત્યાર સુધીમાં 55 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. રોપડ જેલમાં મુખ્તાર અંસારીની સરભરા પાછળ 55 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેને ભગવંત માને ભરવાનો ઈનકાર કરી દીધો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોંગ્રેસ સરકાર પર માફિયા મુખ્તાર અંસારીને કર્ન્ફટેબલ સ્ટે આપવાનો આરોપ લગાવ્યો છે.
બિલની ફાઈલને પાછી મોકલાઈ
મુખ્તાર અંસારી પાછળ કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચ સંબંધિત બિલની ફાઈલને માને પાછી મોકલી દીધી છે. ભગવંત માને કહ્યું કે, આ ખુલ્લી લૂંટ છે તેને કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય. ભગવંત માને એમ પણ કહ્યું કે, મુખ્તાર અંસારીને જેલમાં મળતી સુવિધાઓ અંગે ગત સરકાર કોંગ્રેસને ખબર હશે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે અગાઉની સરકાર પંજાબમાં કુખ્યાત આરોપીઓ પર કેવી મહેરબાન હતી. મેં ફાઈલ પરત મોકલી દીધી છે. કેમ આ બિલ એમની પાસેથી વસુલવામાં ન આવે જે એ સમયે મંત્રી હતા?
બિલોની ચૂકવણી કેવી રીતે થશે?
હવે મોટો સવાલ એ છે કે આ બિલોની ચૂકવણી કેવી રીતે થશે, કારણ કે જેલમાં કેદીઓ પર કરવામાં આવેલા ખર્ચના બીલોની સરકાર ચૂકવણી કરે છે. પરતું ભગવંત માને તો બીલ ભરવાથી સ્પષ્ટ ના પાડી દીધી છે. એવામાં આ બિલની ચુકવણી કોણ કરશે? જો સીએમ માન બીલ નહીં ચૂકવે તો જેલ વિભાગ સામે મોટી મુશ્કેલી ઉભી થશે.
CM ભગવંત માને શું કહ્યું હતું?
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગુરુવારે અગાઉની કોંગ્રેસ સરકાર પર યુપીના ગેંગસ્ટર-રાજકારણી મુખ્તાર અંસારીને રૂપનગર જેલમાં આરામદાયક સુવિધાઓ આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તે તત્કાલિન મંત્રીઓને સરકારી તિજોરીમાંથી 55 લાખ રૂપિયાની કાનૂની ફી ચૂકવશે નહીં. તેની વસુલાત માટે સલાહ લેવામાં આવી રહી છે. ભગવંત માને જાલંધરમાં એક રેલીમાં કહ્યું હતું કે "અમે કાયદાકીય નિષ્ણાતોને પૂછીએ છીએ કે આ વસૂલાત કોની પાસેથી કરવાની છે, અમે સલાહ લઈ રહ્યા છીએ".
 
                            
                            






.jpg)









 
 
                                     
 
                                     
 
                                    