નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, યુપી, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા


  • Published By :
  • Published Date : 2023-10-22 11:15:51

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનમા બાગમતી અને ગંડકી પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ ભૂકંપ મોનિટરિંગ અને રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું. આ સાથે જઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 5.2 માપવામાં આવી છે.


નેપાળમાં ભૂકંપ શા માટે આવ્યો?


નેપાળમાં તિબેટીયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાતા તેના સ્થાનને કારણે ભૂકંપ અસામાન્ય નથી. આ પ્લેટો પ્રત્યેક સદીમાં બે મીટરના અંતરે એકબીજાની નજીક જાય છે, જે દબાણ બનાવે છે અને ત્યારબાદ ભૂકંપ આવે છે. થોડા દિવસ પહેલા જ 16 ઓક્ટોબરે નેપાળના દુર પશ્ચિમ ભાગમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેપાળને 2015 માં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને આફ્ટરશોક્સનો સામનો કરવો પડ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા.


સર્વત્ર માનવ ચીસો સાંભળવા મળી


આ સિવાય નેપાળની સરહદ સાથે જોડાયેલા બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું. ભૂકંપના આંચકાના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. સર્વત્ર ચીસાચીસનો માહોલ હતો. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે