મહારાષ્ટ્રનું ગરમાયું રાજકારણ, ભાજપના દિગ્ગજ નેતા કિરીટ સોમૈયાનો આપત્તિજનક વીડિયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:40:25

મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતાની કથિત સીડી બહાર આવી છે. એક મરાઠી ચેનલે બ્લર કરીને આ વીડિયો ચલાવ્યો છે જેમાં તે આપત્તિજનક સ્થિતિમાં નજર આવી રહ્યા છે સામેની બાજુ કિરીટ સોમૈયા જેની સીડી વાયરલ થઈ છે તે પોતાને નિર્દોષ કહી રહ્યા છે, તમને યાદ હોય તો એક સમયના દિગ્ગજ નેતા જેનું ગુજરાતમાં નામ ગુંજતું હતું અને તેમનો જ સિક્કો ચાલતો હતો જેની કથિત સેક્સ સીડી બહાર આવી અને ત્યાર બાદથી તેમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ, આ કેસમાં પણ આવું નથીને? સવાલો ઘણા છે... 


કિરીટ સોમૈયા હાલ છે ચર્ચામાં 

 માણસમાંથી ચરીત્ર નીકળી જાય તો એકદમ મૂલ્ય વિનાનો થઈ જાય આવી ઘટના પરથી લોકો સંજય જોશીને યાદ કરી રહ્યા છે અને સવાલો કરી રહ્યા છે કે શું કામ પૂરું થઈ જાય પછી ભાજપમાં નેતાઓનો ખેલ પાડી દેવાય છે માટે આવું બધું કરવામાં આવે છે? હમણા જ એનસીપી અને ભાજપ થયું જેના સમર્થનમાં સોમૈયા ન હતા તો તેમને સમર્થન ન આપવા માટે આવી ભેટ આપવામાં આવી? માણસમાંથી ચરીત્ર કાઢી નાખો તો તે એક દમ મૂલ્ય વિનાનો થઈ જાય છે તો રાજનીતિના જીવનને ભૂંસવા માટે ચરિત્રના અન્ય પાસાને તેમાં ઉમેરી દેવામાં આવે છે? 


કિરીટ સોમૈયાનો અશ્લિલ વીડિયો ટીવી ચેનલ પર કરાયો પબ્લીશ 

એક મરાઠી ચેનલે બ્લર કરીને કિરીટ સોમૈયાનો અશ્લિલ વીડિયો ટીવી પર પબ્લિશ કરી દીધો છે જેણે રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. કોંગ્રેસના નેતા આ વીડિયો મામલે કહી રહ્યા છે કે કિરીટ સોમૈયા સામે કાનુની કાર્યવાહી થવી જોઈએ. આ બધી પરિસ્થિતિની વચ્ચે પહેલા જાણી લઈએ કે કોણ છે કિરીટ સોમૈયા. તે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેમણે મુંબઈથી લોકસભામાં ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કર્યું, હાલ તે મહારાષ્ટ્ર ભાજપના ઉપ પ્રમુખ તરીકે સેવા આપે છે.. અનેક નેતા સ્વતંત્રતા સેનાની જેપી નારાયણના આંદોલનથી પ્રભાવિત થયા હતા અને નેતાઓની એક આખી પેઢી ભારતને મળી હતી તેમાંથી કિરીટ સોમૈયા પણ એક હતી. તે સાંસદ પણ રહેલા છે, મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પણ રહેલા છે અને વિવિધ પદો પર સેવા પણ આપી ચૂક્યા છે. 


સંજય જોશીની કથિત સેક્સ સીડી વડોદરામાં બનાવાઈ!

હવે આપણે એ મુદ્દા પર વાત કરીએ જે મુદ્દા સાથે આ બનાવને સરખાવવામાં આવી રહ્યો છે અથવા એવું કહું કે જોડવામાં આવી રહ્યો છે તે વધારે યોગ્ય રહેશે. વર્ષ હતું 2005નું, ભાજપના મુંબઈના અધિવેશનમાં સંજય જોશીની કથિત સેક્સ સીડી બહાર આવી, જ્યાર બાદ તેમને ભાજપની તમામ કામગીરીથી અને હોદ્દાથી દૂર કરવામાં આવ્યા હતા. કહેવામાં એવું આવે છે કે સંજય જોશીની કથિત સેક્સ સીડી વડોદરાની એક હોટલમાં બનાવામાં આવી હતી જેના માટે વડોદરાના ભાજપના જ નેતાના પુત્રએ હોટલની વ્યવસ્થા કરી આપી હતી. કથિત સીડી બનાવવા માટે સોહરાબુદ્દીન શેખને વડોદરા લઈ જવામાં આવ્યો હતો અને મહિલાને અગાઉ ત્યાં હાજર રાખવામાં આવી હતી પછી સોહરાબના ચહેરા પર સંજય જોશીનો ચહેરો મૂકવામાં આવ્યો હતો અને સેક્સ સીડી બહાર પાડવામાં આવી હતી. જ્યાર બાદ સંજય જોશીની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હતી. 


સંજય જોશીને માનવામાં આવતા પીએમ મોદીના પ્રતિદ્વંદિ

કહેવામાં આવે છે કે આવું બધુ એટલા માટે થયું હતું કારણ કે સંજય જોશીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા પ્રતિદ્વંદિ માનવામાં આવતા હતા. પણ આ બધી કહેવાયેલી વાતો છે રાજનીતિમાં એટલી રાજ રમત હોય છે કે સામાન્ય માણસ સમજી જ ન શકે. ખેર ફરી આ મુદ્દા પર આવીએ તો આ કેસને પણ સંજય જોશીના કેસ સાથે જોડાવમાં આવી રહ્યો છે. કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે હમણા એનસીપીના અજીત પવાર જૂથે વિદ્રોહ કર્યો, ભાજપને સપોર્ટ કરી નાયબ મુખક્યમંત્રી બન્યા. કિરીટ સૌમૈયા પહેલેથી આ જોડાણના સમર્થનમાં ન હતા. જ્યાર બાદ આ બધી ઘટનાઓ બહાર આવી. 


કિરીટ સોમૈયાએ લખ્યો નાયબ મુખ્યમંત્રીને પત્ર 

આ મુદ્દાની વાત કરીએ તો કિરીટ સોમૈયાએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ પત્ર ખોટો છે. તેમણે કહ્યું છે કે આ વીડિયો ખોટો છે અને તેની તપાસ થવી જોઈએ. જ્યાર બાદ કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે હું નિર્દોષ છું અને મેં મોટા ભ્રષ્ટાચાર ઉજાગ કર્યા છે માટે મામરી સામે આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ગુજરાતની સેક્સ સીડીની વાત કરીએ તો એક સમયે હાર્દીક પટેલની સેક્સ સીડી પણ બહાર આવી હતી અને તેનો તો સમય પણ નિર્ધારિત હતો કે ચૂંટણીમાં છવી ખરાબ કરવા માટે આ સીડીને વાપરવાની છે. હાર્દિકે તો સ્વીકાર પણ કર્યો હતો કે હા હું જ છું જેથી મુદ્દો દબાઈ ગયો હતો. બીજી વાત કરીએ તો અનેક રાજનેતા અને ઉદ્યોગપતિઓનું જીવન આવી રીતે સેક્સ ટ્રેપમાં ફસાવીને પતાવી દેવામાં આવ્યું છે આ કેસમાં હવે શું થશે એ જોવાનું રહેશે. પણ એક વાત છે રાજનીતિ અને ચરિત્રને મોટેભાગે કોઈ સંબંધ નથી છતાં પણ કશું ખુલ્લેઆમ નથી હોતું.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .