કેનેડામાં ગાંધીની વધુ એક પ્રતિમાને બદમાશોએ નિશાન બનાવી, ભારતીય દૂતાવાસે કહ્યું આ જઘન્ય અપરાધ


  • Published By :
  • Published Date : 2023-03-28 21:36:49

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક યુનિવર્સિટી કેમ્પસમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હોવાના મીડિયા રિપોર્ટ છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા દેશમાં ગાંધી પ્રતિમાને નિશાન બનાવાયાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે. તાજેતરની ઘટનામાં, સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસના પીસ સ્ક્વેર ખાતેની ગાંધીજીની પ્રતિમાને તોડવામાં આવી છે, એમ વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે જણાવ્યું હતું. 


દૂતાવાસે ટ્વીટ કર્યું


ભારતીય વાણિજ્ય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું છે કે, "અમે શાંતિના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાના જઘન્ય અપરાધની સખત નિંદા કરીએ છીએ." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કેનેડિયન સત્તાવાળાઓને આ મામલાની તાત્કાલિક તપાસ કરવા અને ગુનેગારોને વહેલી તકે ન્યાય આપવા વિનંતી કરવામાં આવે છે." 23 માર્ચે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં સિટી હોલ નજીક ખાલિસ્તાન સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત અને સ્પ્રે-પેઇન્ટ કર્યા પછી આ ઘટના બની છે.



રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.