Mahisagar : ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! કેનાલમાં લિકેજ થતા અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો બન્યા ચિંતિત કારણ કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 12:23:51

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ,  અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે.. કેનાલ લિકેજના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..  

લિકેજ થવાને કારણે ખેતરમાં ભરાયા પાણી!  

જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સારો પાક થાય તે માટે ખેડૂતો પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે.. જીવનની મૂડી લગાવી લેતા હોય છે પરંતુ કોઈ વખત કુદરત તેમનાથી રૂઠતી હોય તેવું લાગે છે તો કોઈ વખત માનવસર્જીત આફતને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે.. કોઈ વખત કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડે છે તો કોઈ વખત કેનાલ લીકેજ થવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી આવે છે.. અનેક લોકો એવા હોય છે જે પશુ પાલન કરી, ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ખેતર જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામથી સામે આવ્યા હતા. 


     

કેનાલમાં સમારકામ ના કરાતા... 

ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે કેનાલો બનાવવામાં આવે છે.. કેનાલ બનાવ્યે અનેક વર્ષો થઈ ગયા બાદ પણ સમારકામ નથી કરવામાં આવતું જેને કારણે કેનાલ લીકેજ થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામમાં પણ આવું જ કંઈ બન્યું. ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ સમારકામ માંગે છે કેનાલ ઠેર ઠેર લીકેજ થાય છે. કેનાલની સાઇડોનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે.


અવાર નવાર સર્જાય છે આવી પરિસ્થિતિ 

પાણી એટલા બધા પ્રમાણમાં ખેતરમાં ભરાયા કે તેને જોતા લાગે કે જાણે આ ખેતર નહીં સ્વીમિંગપુલ હોય..! ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે.. ખેતરમાં અતિશય પાણી ભરાઈ જવાને કારણે પાક કોહવાઈ ગયો છે તેવી વાત ખેડૂત દ્વારા કરવામાં આવી હતી.. જે સમસ્યા હમણાં સર્જાઈ છે તેવી સમસ્યા પહેલી વખત નથી સર્જાઈ દર ચોમાસામાં આવી સમસ્યા સર્જાય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. 


ખેડૂતોને નુકસાની ભોગવવાનો આવે છે વારો 

મહત્વનું છે કે ખેતી કરવા માટે ખેડૂતો પોતાનું બધુ દાવ પર લગાવી દેતા હોય છે. પરંતુ જ્યારે આવી ઘટના બને છે, કમોસમી વરસાદ આવે છે ત્યારે જગતના તાતને રડવાનો વારો આવે છે. તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોનો સવાલ એ છે કે નુકસાનીનું વળતર કોણ આપશે? એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.