મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, કારની ટક્કરથી પાંચના મોત, ત્રણ ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:52:42

મહારાષ્ટ્રમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અહીંના ખોપોલી વિસ્તારમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક કારે બીજા વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. ઘાયલ લોકોને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

5 killed as car hits another vehicle on Mumbai-Pune Expressway

આ અકસ્માત ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ ઠેકુ ગામ નજીક થયો હતો. કાર પુણેથી મુંબઈ જઈ રહી હતી. જ્યારે તેણે 12 વાગ્યાની આસપાસ પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. કારમાં નવ લોકો સવાર હતા. ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દમ તોડ્યો હતો.


ખોપોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મૃતકો પુરુષો હતા, જ્યારે ચાર ઘાયલોમાં એક મહિલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.