પાકિસ્તાનના ખૈબર પૂખ્તૂન્ખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, 24 સૈનિકોના મોત, 4 આતંકી ઠાર


  • Published By :
  • Published Date : 2023-12-12 16:11:29

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો છે. ડેરા ઈસ્માઈલ જિલ્લાના દારાબા વિસ્તારમાં આત્મઘાતી હુમલામાં હુમલો થયો હતો. વિસ્ફોટકોથી ભરેલી કાર એક ઈમારત સાથે ટકરાવી દેતા બે ડઝનથી વધુ પાકિસ્તાન આર્મીના જવાનોના મોત થયા હતા. જ્યારે 34 જવાનો ઘાયલ થયા હતા. ડેરા ઈસ્માઈલ તહેરીક એ જેહાદ પાકિસ્તાન (TJP)આતંકીઓનો ગઢ છે, આ જિલ્લો ખૈબર પૂખ્તૂન્ખ્વાની નજીક છે.


4 આતંકી થયા ઠાર


આતંકીઓએ એક પોલીસ સ્ટેશન અને આર્મી બેઝને નિશાન બનાવ્યા હતા, આ હુમલામાં 24 જવાનો મારા ગયા છે. સુરક્ષા દળોએ ફાયરિંગ દરમિયાન 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં આવ્યા હતા. 


TJPએ કરાવ્યા હતા હુમલા


આ હુમલાની જવાબદારી તહેરીક એ જેહાદ પાકિસ્તાન(TJP)એ લીધી છે. આ સંગઠનના પ્રવકતા મુલ્લા મોહમ્મદ કાસિમે હુમલાની જવાબદારી લીધી હતી, પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આ જેહાદી સંગઠનનો હાથ રહ્યો છે. આ પ્રાંતમાં થયેલા વિવિધ આતંકી હુમલામાં 470 સુરક્ષાકર્મી અને નાગરિકોના મોત નિપજ્યા છે. ખૈબર પૂખ્તૂન્ખ્વામાં છેલ્લા એક વર્ષમાં 1050 આતંકી ઘટનાઓ થઈ છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે