ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમની કરી રાવણ સાથે તુલના, ભાજપે કહ્યું પીએમ ગુજરાતના પુત્ર છે


  • Published By :
  • Published Date : 2022-11-29 15:13:57

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના સંબોધન દરમિયાન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ પીએમ મોદીના ચહેરા પર મતદાન થવાનું છે તે વાત પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ કહ્યું કે તમારો ચહેરો કેટલી વાર જોઈએ. પોતાના સંબોધનમાં તેમણે રાવણ પણ કહી દીધા હતા. એનો વળતો જવાબ ભાજપે આપ્યો છે.


મલ્લિકાર્જુન ખડગેએ કર્યા વડાપ્રધાન મોદી પર પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના દિવસો અથવા તો ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહારો પર જવાબ આપ્યો છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જેને અર્થ એવો થાય છે કે દરેક ચૂંટણીમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર પ્રચાર કરે છે અથવા તો તેમના ચહેરા પર મત માગે છે. તેમણે કહ્યું કે દરેક જગ્યા પર તેમનો ચહેરો જ, વડાપ્રધાન મોદી પાસે કેટલા ચહેરા છે? શું તમારી પાસે રાવણની જેમ 100 ચહેરા છે?

આ માત્ર પીએમનું અપમાન નહીં પરંતુ ગુજરાતીઓનું અપમાન છે - ભાજપ

ત્યારે આ ટિપ્પણીને લઈ ભાજપે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્ર છે. એ ગુજરાતી છે, ગુજરાતના સ્વાભિમાનનું રૂપ છે. વડાપ્રધાન મોદીને રાવણ કહેવીએ પીએમનું અપમાન નથી તમામ ગુજરાતીઓનું અપમાન છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે