કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ PM મોદીને લખ્યો પત્ર, દેશભરમાં કરાવવામાં આવે જાતિ આધારીત વસ્તી ગણતરી


  • Published By :
  • Published Date : 2023-04-17 14:20:47

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની માગ કરતો પત્ર પીએમ મોદીને લખ્યો છે. પીએમને લખેલા આ પત્રમાં ખડગેએ લખ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રીજી હું ફરી એક વખત નવેસરથી જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવો. તેમણે લખ્યું કે વસ્તી ગણતરી માટે સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માંગને લઈને તમને હું આ પત્ર લખી રહ્યો છું. મારા સહયોગીઓએ અને મેં પણ અનેક વખત સંસદના બંને ગૃહોમાં આ માંગ ઉઠાવી છે. અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ આ જ માગ કરી રહ્યા છે. 


2021માં યોજાવાની હતી વસ્તી ગણતરી


ખરગેએ પીએમ મોદીને લખ્યું કે વર્ષ 2021માં નિયમિત દસ વર્ષિય વસ્તી ગણતરી યોજાવાની હતી, પરંતું તે થઈ શકી નથી. અમે માગ કરી રહ્યા છીએ કે તે તાત્કાલિક વસ્તી ગણતરી કરવામાં આવે અને વ્યાપક જાતિ આધારીત વસ્તી ગણતરીને તેનો અભિન્ન અંગ બનાવવામાં આવે. તેમણે વધુમાં લખ્યું કે મને આશંકા છે કે જાતિ આધારીત વસ્તી ગણતરીના અભાવમાં સામાજીક ન્યાયના કાર્યક્રમો માટે ડેટા અધુરો છે. 


જેટલી વસ્તી, એટલા અધિકાર!


કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે જેટલી વસ્તી, એટલા અધિકાર! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને પત્ર લખીને માંગણી કરી છે કે 2021માં જે વસ્તીગણતરી થવાની હતી તે તાત્કાલિક હાથ ધરવામાં આવે અને જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. જયરામ રમેશે પણ કહ્યું કે આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.