સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ ઉઠાવ્યો અદાણીનો મુદ્દો, જાણો કયા-કયા મુદ્દાઓ પર સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:14:29

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળો કરવામાં આવે છે. ત્યારે સંસદમાં બજેટ સત્રનો આઠમો દિવસ છે. બુધવારે પણ સંસદમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમના નિવેદન પર ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સદનમાં ઓછા દેખાય છે. સંસદ ચાલી રહી છે તો અહીંયા વધારે ધ્યાન આપે તો સારૂ રહેશે.


અદાણી મુદ્દે ખડગેએ સરકારને ઘેરી 

અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક વખત હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. મંગળવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સરકારને ઘેર્યા હતા. ત્યારે આજે પણ વિપક્ષના નેતા આક્રામક રૂપમાં દેખાયા હતા. અદાણી મુદ્દે ખડગેએ કહ્યું કે એક વ્યક્તિ જેની સંપત્તિ દોઢ વર્ષમાં 13 ગણી વધી છે.  2019માં એક લાખ કરોડની થઈ ગઈ. અચાનક એવો જાદુ થયો કે તેમની સંપત્તિ 12 લાખ કરોડ વધી ગઈ. હિંડનબર્ગની રિપોર્ટને બીજેપી નથી માની રહી પરંતુ આની તપાસ જેપીસી દ્વારા કરવામાં આવી જોઈએ.    


એવું બોલ્યા કે તમામ સાંસદો હસી પડ્યા 

મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા ચૂંટણીના મોડમાં દેખાતા હોય છે. અહીંયા સંસદ ચાલી રહી છે તો પીએમ મોદી મારા સંસદીય ક્ષેત્ર કલબુર્ગા જતા રહ્યા હતા. અરે ભાઈ, મારુ એક જ સંસદીય ક્ષેત્ર છે અને તમને એ જ મળે છે. એક નહીં પણ આ ક્ષેત્રમાં બે મીટિંગ કરે છે. ખડગેએ આ વાત જ્યારે પૂર્ણ કરી ત્યારે બધા સાંસદ હસી પડ્યા હતા.

     




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.