CWC ભંગ કરી મલ્લિકાર્જુન ખડગેએ નવી કમિટી બનાવી, શશી થરૂર કદ પ્રમાણે વેતરાયા


  • Published By :
  • Published Date : 2022-10-26 21:26:37

કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીની સંચાલન સમિતિની (steering committee) જાહેરાત કરી છે. તેમાં અનેક મોટા નામ સામેલ છે. આ સમિતિમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે તેમાં શશી થરૂરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હવે પાર્ટીમાં જ્યા સુધી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી પાર્ટીની પ્રવૃતીઓનું સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવશેના માધ્યમથી ચાલશે.


અત્રે ઉલ્લેખનિય છે કે CWC કોંગ્રેસની સૌથી મોટી નિર્ણય લેનારી સંસ્થા છે, પરંતુ જ્યાં સુધી તેની રચના નહીં થાય ત્યાં સુધી તમામ નિર્ણયો સંચાલન સમિતિ  (steering committee) દ્વારા લેવામાં આવશે. CWCની જાહેરાત પાર્ટીના પૂર્ણ સત્રમાં કરવામાં આવશે. પાર્ટીના બંધારણ મુજબ 11 સભ્યો નોમિનેટ થાય છે અને 12 ચૂંટાય છે. બુધવારે, CWCના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું હતું જેથી નવી સમિતિની રચના સરળતાથી થઈ શકે.


કોંગ્રેસની સંચાલન સમિતિમાં કોનો સમાવેશ કરાયો


કોંગ્રેસની  સંચાલન સમિતિમાં કુલ 47 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી, ડૉ.મનમોહન સિંહ, એકે એન્ટની, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, અંબિકા સોની, આનંદ શર્મા, અવિનાશ પાંડે. ગાયખાંગમ, હરીશ રાવત, જયરામ રમેશ, જિતેન્દ્ર સિંહ, કુમારી સેલજા, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, ઓમેન ચાંડી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, રણદીપ સિંહ સુરજેવાલા, રઘુબીર મીના, તારિક અનવર, એ ચેલ્લા કુમાર, અધીર રંજન ચૌધરી, ભક્ત ચરણ દાસ, દેવેન્દ્ર યાદવ, દિગ્વિજય સિંહ, દિનેશ ગુંડુ રાવ, હરીશ ચૌધરી, એચ.કે. પાટીલ, જય પ્રકાશ અગ્રવાલ, કેએચ મુનિયપ્પા, બી મણિકમ ટાગોર, મનીષ ચતરથ, મીરા કુમાર, પીએલ પુનિયા, પવન કુમાર બંસલ, પ્રમોદ તિવારી, રંજની પાટિલ, રઘુ શર્મા, સંજીવ શુક્લા, સલમાન ખુર્શીદ, શક્તિસિંહ ગોહિલ, ટી સુબ્બીરામી રેડ્ડી, તારિક હમીદ સામેલ છે.


શશી થરૂર સહિત જી-23ના આ નેતાઓને પણ ન મળ્યું સ્થાન


કોંગ્રેસની સંચાલન સમિતીમાં આનંદ શર્મા, મુકુલ વાસનિક સહિતના અગ્રણી નેતાઓને પણ સ્થાન મળ્યું નથી. આ નેતાઓ જી-23 ના સભ્યો છે જેમણે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ ઉપરાંત મનીષ તિવારી, પીજે કુરિયન, પૃથ્વીરાજ ચવ્હાણ, ભૂપેન્દ્ર હુડ્ડાને પણ આ સંચાલન સમિતિમાં સ્થાન મળ્યું નથી. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.