મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી, અત્યાર સુધીમાં 73 લોકોના મોત, CM બિરેન દિલ્હી પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-05-15 17:17:40

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં ફાટી નિકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 73 થઈ ગયો છે. તોફાની તત્વોએ ફરી એકવાર અનેક ઘરોને આગ ચાંપી દીધી છે. આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા હતા.


CM બિરેન સિંહ PM મોદી સાથે કરશે મુલાકાત


દરમિયાન એવા સમાચાર છે કે મુખ્યમંત્રી બિરેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે અને મણિપુરની જમીની પરિસ્થિતિથી વાકેફ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, CM બિરેન તેમના ચાર કેબિનેટ મંત્રીઓ ટીએચ બિસ્વજીત, ગોવિંદદાસ કોંથૌજમ, ટીએચ બસંતકુમાર, વાય ખેમચંદ સાથે દિલ્હી પહોંચ્યા છે. ગૃહમંત્રી શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમની સાથે મણિપુર બીજેપી અધ્યક્ષ એ શારદા દેવી પણ હાજર હતા.


તોફાની તત્વોએ ઘરોને આગ ચાંપી


CM બિરેનની દિલ્હી મુલાકાત વચ્ચે શનિવારે રાત્રે મણિપુરના ટ્રોર્બોંગ વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા લગભગ 15 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આમાં ઘણા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. દરમિયાન હિંસાને જોતા આ વિસ્તારમાં BSFની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે BSFની હાજરી વચ્ચે વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે.


ચુરાચંદપુર અને ફેરઝાવલીમાં કર્ફ્યુમાં રાહત નહીં


મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે, રાજ્ય સરકારે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર અને ફરજાવલી જિલ્લાઓમાં કર્ફ્યુમાં રાહત આપી નથી. જોકે, ત્રણ જિલ્લામાં કર્ફ્યુમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. પાંચ જિલ્લાઓમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને જીરીબામમાં 10 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ મણિપુરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હજુ પણ અમલમાં છે. રાજ્ય સરકારે 12 મેના રોજ ઈન્ટરનેટ પ્રતિબંધને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે