મણિપુર હિંસા: ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના તપાસ પંચની કરાઈ રચના


  • Published By :
  • Published Date : 2023-06-04 20:08:02

કેન્દ્ર સરકારે મણિપુરમાં વંશીય હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના કમિશનની રચના કરી છે, આ તપાસ પંચમાં મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગયા અઠવાડિયે થયેલી મણિપુરની મુલાકાત પછી તરત જ આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, 3 મે 2023ના રોજ મણિપુર રાજ્યમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી અને હિંસાના પરિણામે રાજ્યના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો તથા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગજનીના કારણે લોકોમા મકાનો અને મિલકતો બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાંથી ઘણા લોકો બેઘર બન્યા છે.


ગૃહ મંત્રાલયે બનાવ્યું 3 સભ્યોનું તપાસ પંચ


ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મણિપુર સરકારે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952ની જોગવાઈઓ હેઠળ 29 મે, 2023ના રોજ કમિશન ઑફ ઈન્ક્વાયરી માટે ભલામણ કરી હતી, જેમાં અને 3 મે, 2023  અને તેના ત્યાર બાદની કમનસીબ ઘટનાઓના કારણો અને સંબંધિત પરિબળોની તપાસ કરવામાં આવે. મણિપુર સરકારની ભલામણ પર તપાસો કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય છે કે જાહેર હિત માટે મણિપુરમાં હિંસાની ઘટનાઓની તપાસ કરવા માટે તપાસ પંચની નિમણૂક કરવી જરૂરી છે.

 

આ 3 સભ્યોનું પંચ કરશે તપાસ 


કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ ત્રણ સભ્યોના તપાસ પંચમાં ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત જજ અજય લાંબા, 1982 બેચના આઈએએસ અધિકારી હિંમાશુ શેખર દાસ અને 1986 બેચના આઈપીએસ અધિકારી આલોક પ્રભાકરની નિમણૂક કરવામાં આવી છે.

 


આયોગ નીચેની બાબતોની તપાસ કરશે


1- મણિપુર રાજ્યમાં 3 મે 2023ના રોજ અને તે પછી વિવિધ સમુદાયોના સભ્યોને નિશાન બનાવતી હિંસા અને રમખાણોના કારણો અને ફેલાવો.


2- હિંસા સંબંધિત તમામ ઘટનાઓ અને તમામ હકીકતોમાં સમાનતા


3- કોઈ જવાબદાર અધિકારી/વ્યક્તિ તરફથી આ બાબતે ફરજમાં કોઈ ચૂક કે બેદરકારી હતી કે કેમ.


4-હિંસા રોકવા અને તેનો સામનો કરવા માટે લેવામાં આવેલા વહીવટી પગલાં પુરતા હતા કે કેમ


5-એવી ઘટનાઓ પર વિચાર કરવો જે તપાસ દરમિયાન પ્રાસંગિક જણાઈ શકી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે