મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે CBIએ 6 લોકો સામે નોંધી ફરિયાદ, અત્યાર સુધીમાં 3700થી વધુ કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-06-09 22:06:21

મણિપુરમાં 3 મેથી  ફાટી નિકળેલી જાતીય હિંસા મામલે CBIએ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. CBIએ રાજ્યમાં કથિત હિંસા માટે આ 6 લોકોને માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે. મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયોએ 80થી વધુ લોકોના જીવ લીધા છે અને 35,000થી વધુ લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. મણિપુરમાં હિસા શરૂ થયા બાદથી રાજ્યમાં 3700થી વધુ કેસ નોંધાયા છે. 


વિસ્થાપિતોની સહાય માટે રૂ.101.75ના રાહત પેકેજને મંજૂરી


જાતીય હિંસા મામલે મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ કાંગપોકપી અને વિષ્ણુપુરમાં કેસ નોંધાયા છે. ત્યારે CBI એ પણ તપાસ કરી રહી છે કે શું આ જાતિય હિંસા પૂર્વ આયોજિત હતી. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે સંકેત આપ્યો કે મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ નિયંત્રણમાં છે. છેલ્લા 48 કલાકમાં હિંસાની કોઈ ઘટના ઘટી નથી. તેમણે એવી પણ જાહેરાત કરી કે ગૃહ મંત્રાલયે મણિપુરમાં વિસ્થાપિત લોકોની સહાયતા માટે 101.75 કરોડ રુપિયાના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.


મેતઈ અનામતની માગના કારણે થઈ હિંસા


મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. રાજધાની ઈમ્ફાલ નજીક સેરી અને સુગનૂ વિસ્તારમાં રવિવારે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા હતા જ્યારે 12 ઘાયલ થયા છે. રાજ્યમાં હિંસાને કારણે અત્યાર સુધીમાં 80 લોકોના જીવ ગયા છે. મણિપુરમાં હાલની હિંસાને કારણે મેતઈ અનામતને માનવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે