આખરે CBIની જીત થઈ, કોર્ટે સિસોદિયાના રિમાન્ડ મંજુર કર્યા, 5 દિવસ કસ્ટડીમાં રહેશે


  • Published By :
  • Published Date : 2023-02-27 19:26:16

દિલ્હીના શરાબ પોલીસી કૌંભાડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલી વધી છે. મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં  સમક્ષ આજે રજુ કરવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની લાંબી દલીલો બાદ અંતે CBIની જીત થઈ છે. કોર્ટે CBIની માગ સ્વિકારતા મનિષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે મનિષ સિસોદિયા પાંચ દિવસ CBIની કસ્ટડીમાં રહેશે.


બંને પક્ષોના વકીલોએ શું દલીલો કરી?


કોર્ટમાં રજુ કરાયેલા મનિષ સિસોદિયાની કસ્ટડીની માગ કરતા CBIના વકીલે આરોપ લગાવ્યો કે તેઓ તપાસમાં સહકાર આપતા નથી. CBIના વકીલે કોર્ટમાં કહ્યું, આ સમગ્ર કેસ પ્રોફિટનો છે. આ કેસમાં અમારે વધુ તપાસ કરવાની છે. સિસોદિયા એક્સાઈઝ મિનિસ્ટર છે અને તેઓ મંત્રીઓના એક ગ્રુપને લીડ કરી રહ્યા હતા.લીકર પોલીસી બાબતે કોઈ ચર્ચા થઈ નહોતી.


આ દલીલ સામે મનિષ સિસોદિયાના એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું,, "CBI કહી રહી છે કે તેઓ જે રીતે ઈચ્છે છે તે રીતે સિસોદિયા જવાબ નથી આપી રહ્યા. જ્યાં સુધી તપાસમાં સહકારની વાત છે તો સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ફોન એજન્સી પાસે છે. હવે એજન્સી કહી રહી છે કે સિસોદિયા ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેમની પાસે આ અધિકાર છે. વ્યક્તિ પાસે બંધારણીય અધિકારો હોય છે."


વધુમાં એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું, "એલજીએ મે 2021માં પોલિસીને લીલી ઝંડી આપી હતી. નફાના માર્જિન વિશે તમામ ચર્ચા થઈ છે, જેને LG દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમણે ફેરફારો માટે સંમતિ આપી હતી. સીબીઆઈએ પહેલા જ દિવસે ફોન વિશે વાત કરી હતી. સિસોદિયા ફોન ક્યારે આપવામાં આવ્યો હતો, તેમણે ફોન ક્યારે બદલ્યો? આ રિમાન્ડ માટેનો આધાર ન હોઈ શકે." સિસોદિયાએ 4 ફોનનો ઉપયોગ કર્યો, 3નો નાશ કર્યો. શું સિસોદિયા પોતાનો ફોન સેકન્ડ હેન્ડ શોપ પર ન આપી શકે?


દારૂના વેપારીઓને ફાયદો કરાવવાનો આરોપ


મનિષ સિસોદિયા પર આરોપ છે કે  તેમણે લીકર પોલીસી દ્વારા વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે. જુલાઈ 2022માં દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મનીષ સિસોદિયા સામે CBI તપાસની માંગ કરી હતી. સક્સેનાએ સિસોદિયા સામે નિયમોનું ઉલ્લંધન કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરો લગાવ્યા હતા. ત્યારબાદ ED અને CBIએ સિસોદિયા સામે તપાસ શરુ કરી હતી. આ મામલે ભાજપે આ મામલે ભાજપે નવા ટેન્ડર બાદ ખોટી રીતે દારૂના વેપારીઓના 144 કરોડ માફ કર્યાના આરોપો લગાવ્યા છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.