મહિષાસુરનો વધ કરવા અનેક દેવતાઓ શક્તિને આપ્યા પોતાના શસ્ત્ર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 18:06:28

નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી આદ્યશક્તિની આરાધનાનો મહા પર્વ છે. અનેક વખત દૈત્યોનો સંહાર કરવા માતાજીએ રૂપ ધારણ કર્યા છે. દૈત્ય મહિષાસુરના સંહાર માટે માતાજીએ રણસંગ્રામમાં ભાગ લીધો હતો. કહેવાય છે કે માતાજીએ દૈત્યના સંહાર કર્યો હતો તે બાદ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.


મહિષાસુરનો વધ કરવા માતાજીની થઈ ઉત્પત્તિ 

મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ માતાજીને પોત-પોતાની શક્તિ આપી હતી. તેમજ પોતાના અસ્ત્ર-શસ્ત્ર માતાજીને અર્પણ કર્યા હતા. દાનવોનું સામરાજ્ય વધી રહ્યું હતું અને દેવતાનું સામરાજ્ય ઘટી રહ્યું હતું જેથી ચિંતિંત થઈ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા. જે બાદ તમામ દેવતાઓએ પોતાની શક્તિ આપી એક શક્તિની રચના કરી. માતાજીની ઉત્પત્તિ થતા દૈત્યો ખડખડાટ હસવા લાગ્યા હતા. માતાજીને નબળા સમજી તેઓ હાસ્ય કરવા લાગ્યા. ત્યારે માતાજીએ ક્રોધિત થઈ તમામ દૈત્યોનો સંહાર કર્યો હતો. 

Weapons of Maa Durga - Story Behind The 10 Weapons of Maa Durga

માતાજીને અલગ અલગ દેવતાઓએ આપ્યા છે શસ્ત્ર

મહિષાસુરનો વધ કરવા માટે દેવી જ્યારે રણસંગ્રામમાં આવ્યા ત્યારે દેવતાઓએ પોતાની શક્તિઓ તેમજ શસ્ત્રો આપ્યા હતા. સુદર્શન ચક્ર, શંખ, અંકુશ, દંડ, સિંહ તેમજ બીજા અનેક શસ્ત્રો લઈ માતાજી યુદ્ધ કરવા મેદાનમાં ઉતર્યા હતા.

શંખ -

કોઈ પણ યુદ્ધ શરૂ થતા પહેલા શંખનાદ કરવામાં આવે છે. મહાભારતના યુદ્ધ પહેલા પણ અનેક મહારથીઓએ શંખનાદ કર્યો હતો. ત્યારે વરૂણ દેવે માતાજીને શંખ આપ્યો હતો. શંખની ધ્વનિ માત્રથી જ અનેક દૈત્યોનો નાશ થઈ જાય છે. કોઈ પ્રકારની નકારાત્મક્તા ટકી શક્તી નથી. 

સુદર્શન ચક્ર - 

વિષ્ણુ ભગવાનનું શસ્ત્ર છે સુદર્શન ચક્ર. વિષ્ણપ ભગવાને પોતાની સુદર્શન ચક્રથી અનેક દૈત્યોનો સંહાર કર્યો હતો. ત્યારે માતાજીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર અર્પિત કર્યું હતું. 

In pics: 10 weapons of Goddess Durga and its significance - Oneindia News

દંડ  -

દંડને યમરાજનું શસ્ત્ર માનવામાં આવે છે. યમરાજાએ માતાજીને દંડ અર્પણ કર્યો હતો. જીવાત્મા જ્યારે પણ ખોટુ કામ કરે છે ત્યારે માતાજી તેને દંડ આપી શકે. 

ત્રિશુળ  -

ભગવાન શંકરે માતાજીને ત્રિશુળ અર્પણ કર્યું હતું. જેના ઉપયોગથી માતાજીએ અનેક દૈત્યોનો સંહાર કર્યો છે.

અંકુશ, અગ્નિ -

 માતાજી જીવાત્માઓ પર અંકુશ મેળવે તે માટે ઈન્દ્ર દેવે માતાજીને અંકુશ અર્પણ કર્યું હતું. તેમજ અગ્નિથી અનેક દૈત્યોનો સંહાર થઈ શકે તે માટે અગ્નિએ પોતાની શક્તિ માતાજીને અર્પણ કરી હતી.

સિંહ-

પર્વતરાજ હિમાલયે માતાજીને સિંહ અર્પણ કર્યો હતો. સિંહ પર બિરાજમાન થઈ માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. જે બાદ તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા. 

MAHISHASURA MARDINI STOTRAM -BY NAVADURGA'S | MAHISHASURAMARDINI STOTRAM  HISTORY & SIGNIFICANCE ~ Mahishasuramardini stotram is based on Devi  mahatmyam (the holy text of the shakta's) in which Devi... | By The Ancient  Hinduism | Facebook






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે