કર્ણાટકના અત્યારના પરિણામ અંગે અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા! જાણો કમલનાથને શેનો સતાવી રહ્યો છે ડર, તો ભાજપ માટે સંજય રાઉતે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 12:42:13

કર્ણાટકમાં હાલ મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. કોંગ્રેસ કરતા ભાજપને ઓછી સીટ હાલ મળતી દેખાઈ રહી છે. ભાજપને ઓછી સીટ મળતા અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલના પરિણામ જોતા શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથે પડી છે. તે સિવાય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.

       


ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરશે! 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવતી હોય છે. અનેક વખત એવું પણ થાય છે કે પરિણામ કોઈ પાર્ટીના તરફેણમાં આવતા હોય છે પરંતુ સરકાર ગઠબંધન કરી સરકાર કોઈ બીજી પાર્ટી બનાવતી હોય. અનેક વખત એવું પણ થયું છે કે ધારાસભ્યો બીજી પાર્ટીમાં જતા રહેતા હોય છે જેને કારણે સરકાર પડી જતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકાર તૂટી પડી છે અને ભાજપ દ્વારા સરકાર બનાવામાં આવતી હોય છે. ત્યારે આ અંગેની ચિંતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે  કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.            

સંજય રાઉતે મનીષ સિસોદિયાને આપ્યું સમર્થન, કહ્યું ભાજપમાં શું હિમાલયના સંતો  બેઠા છે

સંજય રાઉતે આપી પ્રતિક્રિયા!

કમલનાથ સિવાય સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથા પર પડી છે. કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે જ્યારે મોદી અને અમિત શાહની હાર થઈ રહી છે.જયારે લાગ્યું કે તે લોકો હારી રહ્યા છે તો તેમણે હનુમાનજીને આગળ કરી દીધા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે