વિશ્વના આ દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 09:36:21

મંગળવાર રાત્રે વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના તીવ્ર ભૂકંપનો અનુભવ થયો હતો. તે સિવાય પાકિસ્તાન, ચીનમાં તેમજ ભારતના અનેક રાજ્યોની ધરા પણ ભૂકંપને કારણે ધ્રુજી હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકાને કારણે પાકિસ્તાનમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.

 

પાકિસ્તાનમાં થયા અનેક લોકોના મોત 

મંગળવાર રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ વિશ્વના અનેક દેશોમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફાયજાબાદથી 133 કિમી દક્ષિણ પૂર્વમાં જમીનની 156 કિમી અંદર નોંધાયું હતું. પાકિસ્તાનના ઈસ્લામાબાદ સહિત ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફાયજાબાદમાં સૌથી વધુ ભૂકંપની તીવ્રતા નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ છે. પાકિસ્તાનના પેશાવર, કોહાટ, સ્વાબી,લાહોર, રાવલપિંડી સહિત અનેક વિસ્તારોમાં પણ ધરા ધ્રુજૂ હતી. 


ભારતના અનેક રાજ્યોની પણ ધરા ધ્રુજી 

તે સિવાય ભારતના પણ અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર રાત્રે લગભગ 10.19 મિનિટ આસપાસ દિલ્હીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. તે સિવાય અનેક મીડિયા રિપોર્ટના આધારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. એવી માહિતી પણ સામે આવી હતી કે ધરતીકંપને કારણે દિલ્હીમાં એક બિલ્ડિંગ નમી પડી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે