ચોથા દિવસે માતા કુષ્માંડાની થાય છે આરાધના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 09:50:57

માતા કુષ્માંડા માતા દુર્ગાનું ચોથું સ્વરુપ છે. શાસ્ત્રો પ્રમાણે માતા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. વાઘ મા કુષ્માંડાનું વાહન છે. માતા કુષ્માંડાને આઠ ભૂજાઓ છે, જેમાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર માતાજીએ ધારણ કર્યા છે.  માએ કમંડળ, ધનુષ, બાણ, કમળ, માળા, ગદા, ચક્ર અને અમૃત કળશ ધારણ કર્યો છે. જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના ઉદરથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી. મા કુષ્માંડાની ઉપાસના કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવે છે. 

Chaitra Navratri 2020 Day 4 Mata Kushmanda Mantra Arti Vrat Katha Puja  Vidhi In Hindi Lyrics - चैत्र नवरात्रि 2020: मां कुष्मांडा की इस आरती को  करने से सभी मनोकामनाएं हो जाती


કયા મંત્રનું ઉચ્ચારણ કરવાથી મા થશે પ્રસન્ન  -

નવરાત્રી દરમિયાન કરેલા પાઠોનું વિશેષ ફળ મળતું હોય છે. દિવસ પ્રમાણે માતાજીના મંત્રનો જાપ કરવાથી મા પ્રસન્ન થઈ જાય છે. માતા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર -   

सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥

અર્થાત - જે માતાએ પોતાના હાથોમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીયે છીએ. આ મંત્રનો જાપ કરવાથી માતાજી સાધકને તમામ ભયમાંથી મુક્તિ આપે છે અને મનોવાંચ્છિત ફળ આપે છે. તેમજ જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો અંત માતાજીની ઉપાસના કરવાથી આવે છે.


કયો નૈવેદ્ય કરવો અર્પણ 

માતાજીને પ્રિય એવી નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા અલગ-અલગ દિવસે વિવિધ ભોગ માતાને અર્પણ કરવામાં આવે છે. જેથી માતા જલ્દી  પ્રસન્ન થાય છે. ત્યારે નવરાત્રીના ચોથા દિવસે માલપુઆનો ભોગ લગાવવામાં આવે છે. માતા કુષ્માંડાને લાલ કલર વધારે પ્રિય છે. માતાજીને લાલ ચૂંદડી, લાલ સાડી. લાલ બિંદી તેમજ લાલ બંગળી અર્પણ કરવાથી મા પ્રસન્ન થાય છે. 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .