Mayur Tadvi part 2 ! Yuvrajsinhએ નવા કૌભાંડનો કર્યો ઘટસ્ફોટ, સરકારી નોકરીમાં પણ નકલી ભરતી!


  • Published By :
  • Published Date : 2023-12-29 15:20:24

નકલીની ભરમાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા મયૂર તડવી નામનો વ્યક્તિ પોલીસ એકેડેમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો આવા અનેક નકલી અધિકારીઓ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. પૈસા આપી નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને સરકારી નોકરી મેળવી લેવામાં આવે છે. હજી સુધી નકલીનો ખેલ જોવા મળતો હતો પરંતુ આ વખતે જે કૌભાંડ સામે આવ્યું છે તે કૌભાંડનો બાપ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આ કૌભાંડમાં નકલી ડોક્યુમેન્ટ છે, નકલી સંબંધો છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે.

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે 

આપણે ત્યારે કહેવાય છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પૈસા ફેંકો અને ડિગ્રી લઈ જાવ. પૈસા આપો અને નોકરી લઈ જાવ વગેરે વગેરે... અનેક વખત સરકારી ભરતીમાં કૌભાંડ થતા હોવાની વાત કરવામાં આવી છે. મયૂર તડવી પોલીસની ટ્રેનિંગ લેવા એકેડમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો અનેક એવા નકલી અધિકારીઓના કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી ઝડપાય છે.


કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે કરી પ્રેસ કોન્ફરન્સ 

ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો છે. પૈસા આપી સરકારી નોકરી લોકો મેળવી રહ્યા છે. કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે બે લોકોના નામ લીધા છે. એ લોકોએ એવી રીતે ઉમેદવારોને દર્શાવતા હતા કે તેમના સંબંધો અમિત શાહ અને હર્ષ સંઘવી સાથે હોય. કૌભાંડ અંગે ફરિયાદ કરવા જ્યારે યુવરાજસિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા.              


નકલી સંબંધોના આધારે આ લોકો કરાવતા હતા સેટિંગ 

ત્યારે યુવરાજસિંહ ફરી એક વખત કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોના નામની ચર્ચા થઈ રહી છે તેમનું એવું કહેવું છે કે તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના સગા છે ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમનો ઘરોબો છે. જે લોકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તમામ સરકારી ભરતીમાં તેમનું સીધું સેટિંગ છે!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે