સ્વીડિશ જેનેટિસ્ટ સ્વાંતે પૈબોને મેડિસિનનું નોબેલ પ્રાઈઝ, નિયંડરથલ જીનોમ ક્ષેત્રે મહત્વનું સંસોધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:02:58

વર્ષ 2022 માટેના નોબેલ પ્રાઈઝની જાહેર થઈ ચુકી છે. આજે ફિઝિયોલોજી કે મેડિસિન કેટેગરીમાં નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. સ્વીડનના વૈજ્ઞાનિક  સ્વાંતે પૈબોને માનવ વિકાસ અને ઉત્ક્રાંતિમાં અસાધારણ શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 


મેડિસિનના ક્ષેત્રે સ્વાંતે પૈબોને મળ્યો નોબેલ પુરષ્કાર


સ્વિડનના  સ્વાંતે પૈબોને ફિજિયોલોજી કે મેડિસિનના ક્ષેત્રે નોબેલ પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને વિલુપ્ત હોમિનિન અને માનવ વિકાસના જીનોમ સાથે સંકળાયેલા સંસોધન માટે આ પુરષ્કાર આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના સચિવ થોમસ પર્લમેનના કોરોલિંસ્કા સંસ્થાનમાં વિજેતાની ઘોષણા કરી હતી. નોબેલ સમિતિએ તેના નિવેદનમાં કહ્યું કે કોરોલિંસ્કા ઈન્સ્ટીટ્યુટમાં નોબેલ સમિતિએ આજે ફિજિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં 2022ના નોબેલ પુરષ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.


સ્વાંતે પૈબોનું સંસોધન શું છે?


સ્વાંતે પૈબોને તેમના સંસોધનમાં વિલુપ્ત હોમોનિન જીન હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર હોવાનું જણાયું હતું. પૈબો પૈલિયોજેનેટિક્સના સંસ્થાપકો પૈકીના એક રહ્યા છે. તેમણે નિયંડરથલ જીનોમ અંગે વિશદ સંસોધન કર્યું છે. તેમણે અગાઉ અજાણ્યા હોમિનિન ડેનિસોવાની આશ્ચર્યજનક શોધ પણ કરી હતી.તે જર્મનીના લીપજિંગ શહેરમાં સ્થિત મૈક્સ પ્લૈક ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈવોલ્યૂશનરી એંથ્રોપોલોજી મેજેનેટિક્સ વિભાગમાં ડિરેક્ટર પણ રહ્યા છે.


આ સપ્તાહમાં દરરોજ એક નોબેલ પુરસ્કારની થશે જાહેરાત

 

નોબેલ કમિટીએ 2022ના નોબેલ પ્રાઈઝ આપવાનું શરુ કરી દીધું છે જે અનુસાર સોમવારે મેડિસિનમાં પહેલા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ફિઝિક્સ, બુધવારે કેમિસ્ટ્રી, ગુરુવારે સાહિત્ય અને શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારનું એલાન કરવામાં આવશે. 10 ઓક્ટોબરે ઈકોનોમિક્સના નોબેલ પુરસ્કારની પણ જાહેરાત થશે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .