જોશીમઠ મુદ્દે PMOમાં બેઠક, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 17:03:35

ઉત્તરાખંડના જોશીમઠમાં થતું ભૂસ્ખલનની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.  જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડી રહી છે. જમીન ધીમે ધીમે ધસી રહી છે. જેને કારણે ભર શિયાળે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. સમસ્યા વિકટ બનતી ગઈ રહી છે. વડાપ્રધાન મોદીએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે PMOએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પીએમ મોદીએ ફોન પર વાત પણ કરી હતી.

  


મુખ્યમંત્રીએ લીધી સ્થળ મુલાકાત

જોશીમઠમાં આવેલા ધાર્મિક સ્થળોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઘરોમાં તિરાડ પડી રહી છે. લોકો પોતાનો ઘર સંસાર બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ પર જઈ લોકો સાથે મુલાકાત કરી હતી. લોકોનું જલ્દી રેસ્ક્યુ કરવા પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 


PM Modi on Mann ki Baat: Put 'tiranga' as profile picture on social media  between August 2-15 | India News – India TV


વડાપ્રધાન મોદીએ સીએમ સાથે ફોન પર કરી વાત 

બગડતી સ્થિતિને લઈ વડાપ્રધાન મોદી કાર્યાલયએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન મોદીના સેક્રેટરી જનરલ, પીએમમોમાં કેબિનેટ સેક્રેટરી અને સરકારના વરિષ્ઠ અધિકારી સહિત જોશીમઠના જિલ્લા પદાધિકારી હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી આ અંગે જાણકારી મેળવી હતી. સીએમએ કહ્યું કે પીએમએ અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા જેવા કે કેટલા લોકો આનાથી પ્રભાવિત થયા છે. કેટલું નુકસાન થયું છે વગેરે. અને જોઈતી તમામ સંભવીત મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે