PM મોદીની મેઘાલયમાં ચૂંટણી રેલી, કોંગ્રેસને નિશાન બનાવી પરિવારવાદ પર કર્યા હાર


  • Published By :
  • Published Date : 2023-02-24 16:02:53

મેઘાલય વિધાનસભાનીને લઈ પીએમ મોદી રાજ્યનો પ્રવાસ કરી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયમાં રોડ શો પણ કર્યો હતો. શિલોંગમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. મેઘાલયની તમામ 60 વિધાનસભા બેઠકો પર ભાજપે પ્રથમ વખત ઉમેદવારો ઉભા રાખ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડમાં મતદાન યોજાશે.  


PM મોદીના ભાષણમાં શું હતું ખાસ, વાંચો 10 મુદ્દાઓમાં


1-વડાપ્રધાન મોદીએ શિલોંગમાં એક રેલીને સંબોધતા કહ્યું, “મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના મુદ્દાઓ પર વિભાજિત કરવામાં આવ્યા. આ રાજકારણે તમારું ઘણું નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ઘણું નુકસાન કર્યું છે.


2-વડાપ્રધાન મોદીએ વંશવાદની રાજનીતિ પર પણ પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેઘાલય વંશવાદી રાજકારણથી મુક્ત હોવું જોઈએ. માત્ર દિલ્હીમાં જ નહીં, મેઘાલયમાં પણ પરિવારની પાર્ટીઓએ પોતાની તિજોરી ભરવા માટે જ મેઘાલયને એટીએમમાં ​​ફેરવી દીધું છે.


3-વડાપ્રધાને કહ્યું કે મને એ કહેતા આનંદ થાય છે કે મેઘાલય અને ઉત્તર પૂર્વના લોકો કમળ અને ભાજપની સાથે છે. મેઘાલયને 'પરિવાર-પ્રથમ' સરકારને બદલે 'લોકો-પ્રથમ' સરકારની જરૂર છે.


4-વડાપ્રધાને કહ્યું કે યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેક જણ ભાજપ સરકારની માંગ કરી રહ્યા છે. મેઘાલયની સાથે-સાથે  ઉત્તર પૂર્વમાં ભાજપને સમર્થનની લાગણી કેટલાક પરિવારોના સ્વાર્થી કામનું પરિણામ છે.


5-PM મોદીએ કહ્યું કે કેટલાક લોકોને દેશે નકારી કાઢ્યા છે, જેઓ નિરાશાના ખાડામાં ડૂબી ગયા છે. તેઓ આજકાલ માળા જપે છે અને કહે છે કે મોદી, તારી કબર ખોદાશે, પરંતુ દેશ કહી રહ્યો છે, દેશનો ખૂણો-ખૂણો કહી રહ્યો છે- મોદી તારું કમળ ખીલશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે