આ મંદિરના ઉત્સવમાં સારી નોકરી અને સારી છોકરી મળે તે માટે પૂરૂષો કરે છે મહિલા જેવો શ્રૃંગાર, જાણો ક્યાં ઉજવાય છે આવો ઉત્સવ


  • Published By :
  • Published Date : 2023-03-29 15:28:13

ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે. દેશના અલગ અલગ રંગ  અલગ અલગ ભાષાઓ છે તેમજ અલગ અલગ ઉત્સવો છે. ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે એવા ઉત્સવની વાત કરવી છે જેમાં પૂરૂષો મહિલાઓ બની મંદિરમાં સારી પત્ની અને સારી નોકરી મળી રહે તે માટે મહિલાઓની જેમ શ્રૃંગાર કરી મંદિરે જાય છે. જે મંદિરની વાત કરવામાં આવી રહી છે તે મંદિર કેરળના ચાવરા ગામમાં સ્થિત આદ્યશક્તિનું મંદિર છે.

 

પૂરૂષો મહિલાઓની જેમ તૈયાર થઈને આવે છે!   

કેરળના ચાવરા ગામમાં આદ્યશક્તિનું મંદિર આવેલું છે જેમાં 19 દિવસ સુધી ચમાયાવિલ્લાકુ નામના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ચમાયું એટલે તૈયાર થવું અને વિલ્લાકુ એટલે લેમ્પ. આ તહેવારની ઉજવણી દરમિયાન મહિલાઓ તૈયાર થઈને આવે એ સામાન્ય વાત છે પરંતુ આ તહેવારની ખાસિયત એ છે કે આ તહેવારમાં ભાગ લેવા પુરૂષો મહિલાઓની જેમ તૈયાર થઈને આવે છે. પૂરૂષોને સારી નોકરી અને સારી પત્ની મળે તે માટે આ ઉત્સવમાં પુરૂષો મહિલાની જેમ તૈયાર થઈને આવે છે. કોલ્લમના આ દેવી મંદિરમાં પરંપરા મુજબ પૂરુષો મહિલાઓનો પહેરવેશ પહેરી મંદિરે પૂજા કરવા આવે છે. 

ક્યારથી અને કોણે કરી આ ઉત્સવ ઉજવવાની શરૂઆત 

આ ઉત્સવ ઉજવવાની શરૂઆત કેવી રીતે થઈ તે અંગેની વાત કરીએ તો આ ઉત્સવની શરૂઆત ઘણા સમય પહેલા છોકરાઓના સમુહે આ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી. આ છોકરાઓ ગાયો પાળતા હતા. એકવાર તે રમી રહ્યા હતા ત્યારે તેને એક પથ્થર મળ્યો. તેણે પથ્થર તોડ્યો તો તેમાંથી લોહી નિકળ્યું..પછી આ ગામના પંડિતે કહ્યું કે આ પથ્થરમાં દેવીનો વાસ છે...તે સમયે ખાલી છોકરીઓ જ દેવીની પૂજા કરતી હતી.. તો ત્યારે છોકરાઓએ પોતાની લૂંગીને સાડીની જેમ પહેરી અને છોકરીની જેમ દેવીની પૂજા કરી... ત્યારથી આ પરંપરાની શરૂઆત થઈ.

At This Kerala Temple's Annual Festival, Men Dress Up As Women For A Day

19 દિવસો સુધી ચાલે છે આ ઉત્સવ 

દેવીની પૂજા કરવા માટે પુરુષો બની જાય છે મહિલા અને દેવીની પૂજા કરે છે. દિવસના તે માતાજીને તૈયાર કરે છે અને સાંજ થવાની સાથે જ પુરુષ મહિલાઓની જેમ શણગાર કરી લે છે.  અહીં પત્થરને દેવતા માનીને તેની વર્ષોથી પૂજા કરવામાં આવે છે.. આ પથ્થર આકારમાં વધી પણ રહ્યો છે.અહીં ધર્મ નામની કોઈ વસ્તુ નથી... બધા ધર્મના લોકો અહીં આવે છે. અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે આવતા પુરુષો મહિલાઓના વેશમાં તૈયાર થઈને આવે છે... 


મહિલાઓને ટક્કર મારે તેવી રીતે પૂરૂષો તૈયાર થાય છે!

મંદિરે દીવડો લઈને જતા પુરુષો અહીં સ્ત્રીને ટક્કર મારે તેવી રીતે તૈયાર થઈને આવે છે. પુરુષો તૈયાર થાય છે ત્યારે લાગતું જ નથી કે આ પુરુષ છે. અહીં કોમ્પિટિશન પણ કરવામાં આવે છે.. આ ઉત્સવના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં મહિલા બનીને તૈયાર થયેલા પૂરૂષને તમે ઓળખી પણ નહીં શકો. મંદિરમાં ચાલતા કુલ 19 દિવસના ઉત્સવમાં છેલ્લા બે દિવસોમાં પુરુષો મહિલા બનીને આવે છે... તે દેવતાને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની મનોકામના પૂરી પણ થાય છે... પહેલા 2 હજાર પુરુષો સ્ત્રી બનીને તૈયાર થઈને આવતા હતા પણ હવે આ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે... 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .