ફેશબુક ફરી એક વખત કાતર ચલાવશે, એક હજાર કર્મચારીઓની થશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-03-09 14:32:38

વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે છટણીનો સીલસીલો હજુ ચાલુ જ છે. દુનિયાની મોટી-મોટી ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. 


ફેસબુક ફરી કાતર ચલાવશે


મેટાના એક્ઝિક્યુટીવ બોર્ડના આ નિર્ણયથી હજારો કાયમી કર્મચારીઓને અસર થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અઠવાડિયે જ છટણીનો નવો રાઉન્ડ ફરી શરૂ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નવેમ્બરમાં આ કંપનીએ પોતાના 13 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તેની પ્રથમ મોટી છટણી દરમિયાન, કંપનીમાંથી 11000 કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


1000 લોકો પર લટકી રહી છે તલવાર


મેટાના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે જે કર્મચારીઓની છટણી થવાની છે તેમનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વખતે લગભગ એક હજાર લોકોની હકાલપટ્ટી થઈ શકે છે. કંપની બિનકાર્યક્ષમ કર્મચારીઓની જ છટણી કરશે. કંપનીને જે ટીમોની જરૂર નથી તેમને સંપુર્ણપણે બહારનો દરવાજો બતાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાની મલ્ટી નેશનલ કંપનીઓ જેવી કે માઈક્રોસોફ્ટ, મેટા, અમેઝોન અને ટ્વીટરે અત્યાર સુધીમાં લગભગ 70 હજાર ભારતીય ટેકનોક્રેટ્સની છટણી કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે