દેશના આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી! હિમવર્ષાને કારણે ચારધામ યાત્રામાં આવ્યું વિધ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:59:12

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ બની ગયો છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ થતાં જાણે ઉનાળો બાયપાસ થઈ ગયો હતો તેવું લાગી રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


આ રાજ્યોમાં વરસશે કમોસમી વરસાદ!

એપ્રિલ મહિનાની શરૂઆતમાં આમ તો કાળઝાળ ગરમી વરસતી હોય છે પરંતુ આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીનું તાપમાન 27 ડિગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે બીજી મેના રોજ કેરળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. 


વાતાવરણમાં પ્રસરી ઠંડક!

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે તાપમાનનો પારો નીચે નોંધાયો છે. ગુજરાતમાં પણ આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાની આગાહી કરી છે. ઉત્તરપ્રદેશના પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાને કારણે તાપમાનનો પારો સતત નીચે થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


ખેડૂતોના પાકને થયું નુકસાન!

વરસાદ તેમજ હિમવર્ષાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ ચારધામની યાત્રા ચાલી રહી છે. ત્યારે હિમવર્ષાને કારણે  ચારધામ યાત્રામાં વિધ્ન આવ્યું છે. કેદારનાથ માટે શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનું પણ પ્રમાણ વધી શકે છે. વરસાદને કારણે ધરતીપુત્ર ચિંતિત થઈ ગયા છે. ખેતરમાં થયેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.     



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.