મેક્સિકોમાં 6 વર્ષનો બાળક 40 ફૂટ નીચે ખાબક્યો!


  • Published By :
  • Published Date : 2023-07-03 08:45:20

1. મેયરે મગરમચ્છ સાથે કર્યા લગ્ન!

દક્ષિણ મેક્સિકોમાં સાન પેદરો હુઆમેલુલા શહેર આવેલું છે.. આ શહેરના મેયર વિક્ટર હ્યુગો સોસાએ હજારો લોકોની હાજરીમાં એક મગરમચ્છ સાથે લગ્ન કર્યા.. આ એક માદા મગરમચ્છ હતી.. અને તેને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી હતી.. મેક્સિકોમાં પર્યાવરણ અને પ્રાણીઓ સાથે માનવ સંબંધોને મજબૂત કરવા માટે આવા લગ્નોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના લગ્ન અહીં સામાન્ય છે.


2. 6 વર્ષનો બાળક 40 ફૂટ નીચે ખાબક્યો

વધુ એક ચોંકાવનારી ઘટના મેક્સિકોમાં જ બની છે.. મેક્સિકોના નુએવો લિઓન રાજ્યમાં એક અમ્યુઝમેન્ટ પાર્કમાં એક 6 વર્ષનું બાળક ઝિપલાઇનથી સરકી રહ્યો હતો તે વખતે અચાનક કેબલ તૂટી જતા તે 40 ફૂટ નીચે પુલમાં ખાબક્યો હતો.. જેવો આ બાળક પાણીમાં પડ્યો કે તરત જ એક પ્રવાસીએ પુલમાં કૂદીને તેનો જીવ બચાવ્યો હતો.. બાળકને સામાન્ય ઇજા પહોંચી છે. આ ઘટના બાદ અમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવાયો છે. 


3. કઇ બીમારીથી પીડાઇ રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ? 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અમેરિકાના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેઓ 2024માં બીજી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેમના સ્વાસ્થ્યને લઇને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાએ તેમના ગાલ પર એક વિચિત્ર પ્રકારના ડાઘ હોવાનો દાવો કર્યો છે.. રાષ્ટ્રપતિના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી એન્ડ્ર્યુ બેટ્સે કહ્યું કે, બાઇડન 'સ્લીપ એપનિયા'થી પીડિત છે. આ રોગમાં, જ્યારે વ્યક્તિ ઉંઘમાં હોય ત્યારે તેમના શ્વાસ અનિયમિત થઇ જાય છે.. આ રોગની સારવાર માટે તેઓ CPAP નામના મશીનનો ઉપયોગ કરે છે જેને માસ્ક સાથે મોં પર પહેરવાનું હોય છે.. મશીનના સતત ઉપયોગને કારણે તેમના ચહેરા પર ડાઘ પડી ગયા છે.. 


4. બોલસોનારો પર આઠ વર્ષ સુધી પ્રતિબંધ

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે, બોલસોનારોએ પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને ચૂંટણી જીતવા માટે સરકારી માધ્યમોની  મદદ લીધી હતી. વર્ષ 2022ની ચૂંટણીમાં બોલસોનારોએ વિદેશી રાજદૂતોને દેશની ઈ વોટિંગ સિસ્ટમમાં ગરબડ થઈ છે તેવુ બતાવવા માટે સરકારી ટીવી ચેનલ અને રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનનો ઉપયોગ કર્યો હતો. 


5. પૂરપાટ ઝડપે આવતી ટ્રક 48 લોકોને ભરખી ગઇ

કેન્યાના કેરીચો અને નાકુરુ શહેર વચ્ચેના હાઈવે પર શિપિંગ કન્ટેનરને લઈ જતી ટ્રકે એક મીની બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. આ અકસ્માતમાં 48 લોકોના મોત થયા છે.. ટક્કર એટલી જોરદાર હતી કે મીની બસના ફુરચા ઉડી ગયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. સ્થાનિક તંત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.. 


6. કિશોરાવસ્થામાં ઇચ્છામૃત્યુનો હક?

ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં સરકાર બ્રેન ડેડ લોકોને ઈચ્છામૃત્યુ આપવાની લઘુત્તમ ઉંમર 14 વર્ષ કરવા જઈ રહી છે. જો આ કાયદો પસાર થઈ જાય તો 14 વર્ષ અથવા તેનાથી પણ ઓછી ઉંમરના બાળકોને ઇચ્છામૃત્યુ પસંદ કરવાનો હક મળશે.. રાજ્યના માનવ અધિકાર મંત્રી તારા શાએને કહ્યું કે આ વાત વિચારણા હેઠળ છે.. અને આ વાતને ઓસ્ટ્રેલિયાની જનતાનું સમર્થન પણ છે.. જો કે સરકારની આ કવાયતનો વિરોધ પણ થઇ રહ્યો છે.. જો કે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં 2017થી આ કાયદો અમલમાં છે.. 


7. 2000થી વધુ લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા

હજયાત્રા માટે આ વર્ષે વિશ્વના 160 દેશોમાંથી 18 લાખથી વધુ લોકો સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પહોંચ્યા છે. જો કે અહીં ભીષણ ગરમીમાં તાપમાનનો પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર થઇ ગયો છે.. અંદાજે 2000થી વધુ લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. જેમની મક્કાની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.. 


8. હિંસક ટોળાએ મેયરના પરિવાર પર કર્યો હુમલો

છેલ્લા 5 દિવસથી ફ્રાંસમાં 17 વર્ષના કિશોરની પોલીસે ગોળી મારીને હત્યા કર્યા બાદ ભડકી ઉઠેલા રમખાણો દિવસે ને દિવસે ઉગ્ર થતા જાય છે.. આખો દેશ ભડકે બળી રહ્યો છે.. ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો વચ્ચે હવે રાજધાની પેરિસમાં આવેલા એક શહેરમાં હિંસક ટોળાએ મેયર વિન્સેન્ટ જીનબ્રુનના ઘરની અંદર કાર ઘુસાડી મેયરના પત્ની અને બાળકને ઇજા પહોંચાડી હતી..સ્થિતિ સામાન્ય કરવા માટે 45 હજાર સુરક્ષા કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ તેમનો જર્મની પ્રવાસ રદ કરી દીધો છે.. 


9. વેસ્ટ ઇન્ડિઝ વર્લ્ડ કપ માટે ડિસ્ક્વોલીફાઇ

બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ડિસ ક્વોલિફાઈ થઇ ગઇ છે.. વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડે 7 વિકેટે વેસ્ટ ઇન્ડિઝને હરાવી દીધું. સ્કોટલેન્ડના બ્રાન્ડોન મેકમુલેને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


10. પાકિસ્તાને કંગાલિયતમાંથી ઉગરવા બદલ ચીનને શ્રેય આપ્યો

દેવાળિયા પાકિસ્તાનને આઇએમએફ તરફથી 3 અબજ ડોલરની મદદ મળવાની છે.. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ લોન મંજૂર થવાની ઘટનાનો જાણે કોઈ સિધ્ધિ મેળવી હોય તે રીતે પ્રચાર કરી રહ્યા છે.  અને લોન મળવાનો શ્રેય ચીનને આપ્યો છે.. શાહબાઝ શરીફે મીડિયાને જણાવ્યું, બેલઆઉટ પેકેજ માટે જ્યારે પાકિસ્તાન આઈએમએફ સાથે સમાધાનના પ્રયત્નો કરી રહ્યુ હતુ ત્યારે ચીને પાકિસ્તાનની ભરપૂર મદદ કરી હતી. પાકિસ્તાનને ચીને જ ડિફોલ્ટ થતા ઉગારી લીધુ છે.. આ પેકેજ મળવાના કારણે પાકિસ્તાનને આર્થિક રીતે સ્થિર થવામાં મદદ મળશે. પાકિસ્તાનની આર્થિક વિકાસની ગાડી ફરી પાટા પર આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી