મિશેલ ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે, જો બિડેનનું નબળું સ્વાસ્થ્ય બન્યું કારણ


  • Published By :
  • Published Date : 2024-02-13 18:29:56

અમેરિકામાં આ વર્ષના અંતમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ એક ચોંકાવનારા સમાચાર આવી શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ જો બિડેન છેલ્લી ક્ષણે તેમની ઉમેદવારી છોડી શકે છે અને તેમના સ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. હકીકતમાં, હાલમાં જ સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ હુરનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બિડેન શારીરિક નબળાઈઓ સામે ઝઝૂમી રહ્યા છે,  તેથી તેમના માટે ચૂંટણી લડવી યોગ્ય નથી. જો કે, બિડેને આ રિપોર્ટને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ઉંમર સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું ફિટ નથી.


વિવેક રામાસ્વામીએ મિશેલના નામ અંગે માહિતી જાહેર કરી 


9 ફેબ્રુઆરીએ વિવેક રામાસ્વામીએ ડેમોક્રેટ ઉમેદવાર વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. વિવેકે કહ્યું, ડેમોક્રેટિક પાર્ટી મિશેલ ઓબામાને બિડેનની જગ્યાએ નોમિનેટ કરવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ડેમોક્રેટિક પાર્ટી બરાક ઓબામાની લોકપ્રિયતાનો લાભ લેવા માટે મિશેલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે. સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ હુરના રિપોર્ટ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિડેનના સ્વાસ્થ્યને લઈને રિપોર્ટમાં કેટલા ગંભીર સવાલો ઉભા થયા છે તે બધાએ જોયું છે. ઉલ્લેખનિય છે તે વિવેક રામાસ્વામી પણ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં હતા. બાદમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.


હિલેરી ક્લિન્ટને પણ બિડેનના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવ્યા 


 પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને પણ બિડેનના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવ્યા છે. હિલેરી ક્લિન્ટને એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે જો ડેમોક્રેટ્સ બિડેનને ઉમેદવાર બનાવે છે તો તેનો સીધો ફાયદો ટ્રમ્પને થશે. તેથી, બિડેનનો વિકલ્પ શોધવો મહત્વપૂર્ણ છે. દરમિયાન યુએનના પૂર્વ રાજદૂત નિક્કી હેલી, જે ડોનાલ્ડ ટ્રમ્પ સામે પક્ષના નામાંકન માટેની રેસમાં એકમાત્ર રિપબ્લિકન ઉમેદવાર બાકી રહ્યા છે, તેમણે કહ્યું છે કે અમેરિકામાં "2024 માં એક મહિલા પ્રમુખ" હશે અને તે કાં તો તે પોતે અથવા કમલા હેરિસ હશે. બંને ભારતીય મૂળના છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .