સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ મંડળીના સભાસદોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે: અમિત શાહ


  • Published By :
  • Published Date : 2024-02-07 22:05:46

કેન્દ્ર સરકાર હવે ગુજરાતના દૂધ સહકારી મંડળીઓના સભાસદો અને ફિશરીઝ સહકારી મંડળીઓને જિલ્લા સહકારી RuPay કિસાન ક્રેડિટ કાર્ડ તથા  માઇક્રો-ATM કાર્ડ અપાશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. અગાઉ પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1,723 માઇક્રો-એ.ટી.એમ. વહેંચાવામાં આવ્યા હતા. ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. 


સાંસદ પરિમલ નથવાણીએ કર્યો સવાલ


રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે 7 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યસભામાં આપતા જણાવ્યું કે ડેરી અને ફિશરીઝ સહકારી મંડળીઓને જિલ્લા સહકારી કેન્દ્રિય બેન્ક (DCCBs) અને રાજ્ય સહકારી બેન્ક (StCBs)ના બેન્ક મિત્ર બનાવી શકાય. તેમના વ્યવસાય કરવાની સરળતા, પારદર્શિતા અને નાણાકિય સમાવેશને સુનિશ્ચિત કરવા માટે ડોર-સ્ટેપ ફાઇનાન્સિઅલ સર્વિસીસ પૂરી પાડવા નાબાર્ડ દ્વારા બેન્ક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવે છે. બીજી એક પહેલમાં, DCCBs/StCBsની પહોંચને વિસ્તારવા તથા ડેરી કોઓપરેટીવ સોસાયટીના સભ્યોને જરૂરી નાણાં પૂરા પાડવા રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવે છે, જેથી સહકારી મંડળીના સભાસદોને ઘણાં નીચા વ્યાજદરે ધિરાણ આપી શકાય અને તેમને નાણાકીય વ્યવહાર કરવા સક્ષમ બનાવી શકાય.  મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે અર્બન કો.ઓપ. બેન્કોની હાઉસિંગ લોનની મર્યાદા રૂ. 30 લાખથી બમણી કરીને રૂ. 60 લાખ કરવામાં આવી છે અને ગ્રામીણ સહકારી બેન્કોની મર્યાદા અઢી ગણી વધારીને રૂ. 75 લાખ કરવામાં આવી છે. સરકારે ત્રણ નવી રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે: 1) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ સીડ સોસાયટી – પ્રમાણિત બિયારણ માટે 2) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ ઓર્ગેનિક સોસાયટી – ઓર્ગેનિક ખેતી માટે જ્યારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ એક્સપોર્ટ સોસયટીનો સમાવેશ થાય છે .


ગ્રામીણ વિકાસ બેન્કોના 1,851 એકમોનું કમ્પ્યુટરાઇઝેશન 


સહકારી સેક્ટરમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માટે, ઇન્ફ્રોર્મેશન ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.સેન્ટ્રલ રજીસ્ટ્રારની ઓફિસનું ક્મ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે જેથી મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ સોસાયટીઝ માટે ડિજીટલ ઇકોસિસ્ટમ તૈયાર કરી શકાય.આર.સી.એસ. ઓફિસોના કમ્પ્યુટરાઇઝેશનના સેન્ટ્રલી સ્પોન્સર્ડ પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં,33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી પ્રોઝલ મળી છે, જેમાંથી 30 મંજૂર કરવામાં આવી છે. લાંબાગાળાના સહકારી ધિરાણના માળખાને મજબૂત કરવા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્કોના 1,851 એકમોના કમ્પ્યુટરાઇઝેશનનો પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂરી કરવામાં આવ્યો છે.



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.