સીરિયામાં લશ્કરી બસમાં વિસ્ફોટ, 18 સૈનિકોના મોત અને 27 ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:00:51

દમાસ્કસ નજીક લશ્કરી બસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 18 સૈનિકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા. ભૂતકાળમાં અહીં આવી ઘણી ઘટનાઓ બની છે, જેના માટે ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ગણવામાં આવે છે.


ગુરુવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પાસે એક સૈન્ય બસમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. જેમાં 18 જવાનો શહીદ થયા હતા અને 27 ઘાયલ થયા હતા. સીરિયન મીડિયાએ સૈન્ય સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.


છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવાં કેટલાંય હુમલા થયા છે જેમાં ડઝનેક લોકોનાં મોત થયાં છે અને ડઝનેક ઘાયલ થયા છે.ગયા મહિને માર્ચ મહિનામાં સેન્ટ્રલ સીરિયામાં પાલમિરા પાસે આતંકવાદીઓએ એક સૈન્ય બસ પર હુમલો કર્યો હતો. જેમાં 13 જવાનો શહીદ થયા હતા અને 18 ઘાયલ થયા હતા.સીરિયન અધિકારીઓએ અગાઉ આવા હુમલાઓ માટે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ આતંકવાદી જૂથ દક્ષિણ અને મધ્ય સીરિયામાં સક્રિય છે. મધ્ય સીરિયા 2019 માં ઇસ્લામિક સ્ટેટના કબજામાંથી મુક્ત થયું હતું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે