લોકસભાની 26 બેઠક પર ભગવો લહેરાવવા ગુજરાત ભાજપે કમર કસી, અડધા સાંસદોની ટિકિટ કપાવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-05-19 12:52:13

અગામી 2024ની લોકસભા ચુંટણીને લઇને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભામાં 26 સીટ જીતવાના ભાગરૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી વિવિધ જીલ્લાઓમાં પ્રવાસ કરવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં ભાજપની હયાત 26 લોકસભા સીટ પર વિજય મેળવવા માટે પાર્ટી અને સરકાર કમર કસી રહી છે. હવે આ સ્થિતીમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને જન સમર્થન કેવું મળશે?


જનતા કોને સમર્થન આપશે?


રાજ્યમાં લોકસભાની 26 સીટ 5 લાખથી વધો મતથી જીતવાના ટાર્ગેટ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરવામા આવ્યા છે. આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જીલ્લાઓનો પ્રવાસ કરશે. જેમાં આણંદ, ભરૂચ,  મોરબી, રાજકોટ સહિત ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અઠવાડિયામાં ચાર જિલ્લાનો પ્રવાસ જાહેર કર્યો છે. ભાજપે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતી હોવાથી ભાજપના નેતાઓનો આત્મ વિશ્વાસ બુલંદ છે. જો કે લોકોનો મિજાજ ક્યારે બદલાય તે કહીં શકાય નહીં. ભાજપને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાંથી મોટો બોધપાઠ મળ્યો છે.


અડધા સાંસદોની ટિકિટ કપાશે


આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. મે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હાલના 26 પૈકી અડધા સાંસદોની ટિકિટો કાપીને નવા ચહેરાને તક આપશે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણા નવોદિતોને તક આપી તે જ પેટર્ન લોકસભા ચૂંટણીમાં પણ અપનાવાશે.પરબત પટેલ, બનાસકાંઠા દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, કે.સી. પટેલ, વલસાડ,પરભુ વસાવા, બારડોલી, મિતેશ પટેલ, આણંદ, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, અને મહેસાણાના સાંસદ શારદાબેન પટેલનું પત્તુ કપાશે.


શું ચહેરા બદલીને એન્ટી ઇન્કંબંસી ટાળી શકશે ભાજપ?


ભાજપની વર્ષો જુની ચૂંટણી સ્ટ્રેટેજી રહી છે કે લોકોનો આક્રોશ ઠારવા  માટે ચહેરા બદલી નાખે છે. પાર્ટીને નુકસાન ન થાય તે માટે જે તે સાંસદોને બદલે નવો જ ચહેરો લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્તમાન સાંસદોને ટિકિટ નહીં આપીને જનતાનો રોષ હળવો કરશે. ભાજપની આ વર્ષો જુની ચૂંટણી રણનિતી દર વખતે કામ કરી ગઈ છે, પણ આ વખતે સફળ થાય છે કે નહીં તે જોવાનું છે.


મોદીના ચહેરા પર પર લડાશે ચૂંટણી


લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી જ રહેશે. ભાજપના નેતાઓમાં સૌથી લોકપ્રિય પ્રધાન મંત્રી મોદી જ છે. આમ પણ રાજય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ અલગ-અલગ હોય છે. લોકો પણ સ્થાનિક સાંસદને નહીં પણ પીએમ મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. વિરોધ પક્ષો પાસે પણ મોદી જેટલો કદાવાર નેતા નથી. વળી તેમની દેશભરમાં લોકપ્રિયા હજું પણ યથાવત છે. લોકો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સહિતની ની સમસ્યાઓ ભૂલીને પીએમ મોદીના ચહેરાને જોઈને મતદાન કરે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે