સુરતની વરાછા બેઠકના MLA કુમાર કાનાણી વિફર્યા, ખાડી વિસ્તારની ગંદકી મુદ્દે અધિકારીઓનો ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-04-02 17:59:10

સુરતની વરાછા વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછાના ખાડી વિસ્તારની સફાઇના મુદ્દે આક્રમક બન્યા છે. સુરત મહાનગરપાલિકા ખાતે ગઈ કાલે મળેલી ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી. કુમાર કાનાણીએ બેઠકમાં હાજર અધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી હતી. 


રજુઆત છતાં પ્રશ્નો યથાવત


ધારાસભ્ય કુમાર કાનાણી તેમનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે પાંચ વર્ષથી સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. હવે લોકોની ધીરજ ખૂટી ગઇ છે અને ખાડીની સફાઇના મુદ્દે નક્કર અને કાયમી કામગીરી કરવામાં નહીં આવે તો અસરગ્રસ્ત લોકો સાથે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી મારા વિસ્તારની અંદર ખાડીની સમસ્યાનો પ્રશ્ન હલ નહીં થાય  ત્યાં સુધી હું લડાઈ લડતો રહીશ. આ મુદ્દાને લઈ હું અવાજ ઉઠાવતો રહીશ.' 


કાનાણીએ જન આંદોલનની આપી હતી ચીમકી


અત્રે ઉલ્લેખનિય છે કે સુરતના વરાછા વિસ્તારના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીના સામ્રાજ્ય મુદ્દે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી હતી. પત્રમાં લખ્યું હતું કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે. ભાજપના ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં લખ્યું હતું કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જનઆંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.  



જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...